________________
સંઘોમાં વિખ્યાત અને આદરને પાત્ર બન્યું છે. તે એક વિદ્યા સંસ્થાને કારણે.
વિ. સં. ૧૯૫૪ માં પ. પૂ. રવિસાગરજી મ. સા. ના, તથા પૂ. દાનવિજયજી મ. સા.ના ઉપદેશથી કારતક સુદ-૩ ના દિવસે ધર્મનિષ્ઠ સેવામૂર્તિ શ્રીમાન શેઠશ્રી વેણીચંદ સુરચંદ ભાઈએ અથાગ પરિશ્રમ લઈ ધાર્મિક જ્ઞાન આપવાના ઉદ્દેશથી “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” નામ આપી આ સંસ્થાની સ્થાપના કરી.
સં. ૧૯૫૪માં ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાના ઉદ્દેશથી ખાવા-પીવાની સગવડ આપી ધાર્મિક શિક્ષણ અપાવવાનું ચાલુ કરેલ. સેવામૂર્તિ શેઠ શ્રી વેણીચંદભાઈની ધર્મભાવનાનું બીજ એવું ખમીરવંતું હતું કે એમાંથી આવી વિશાળ સંસ્થાનો વડલાની જેમ વિકાસ થયો અને સમસ્ત ભારતભરના શ્રી સંઘે એને પૂરા ઉમંગથી આવકાર તથા સહકાર આપ્યો. આ સંસ્થાએ સંસ્કૃતપ્રાકૃત તેમજ વ્યાકરણ-ન્યાય-કાવ્ય જેવા ગંભીર વિષયોનું અધ્યાપન કરાવી શકે એવા પંડિતો પણ શ્રી સંઘને અર્પણ કર્યા છે. સમ્યગ્રજ્ઞાનના દાનથી ઘણા આત્માઓને સંયમ માર્ગે ચઢાવ્યા છે. આવી અનુપમ સંસ્થા સારાય ભારતમાં એક જ છે. ધર્મનિષ્ઠ શેઠ શ્રી વેણીચંદભાઈને પૂલ દેહે આપણે ભલે ન દેખી શકીએ પરંતુ કાર્યદેહે તેઓ જરૂર પ્રતિબિંબિત થાય છે.
મહેસાણા શહેર ભારતભરમાં જે વિખ્યાત અને આદરપાત્ર બન્યું છે તે એક સમ્યગ્રજ્ઞાન પ્રદાન કરતી આ સંસ્થાના કારણે. ત્યારબાદ મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ભવ્યાતિભવ્ય શ્રી સીમંધરસ્વામી ભગવાનના દેરાસરનું આ સદીમાં નિર્માણ થયું. પરમોપકારી-શાસનપ્રભાવકશાંતમૂર્તિ પૂ. આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સં. ૨૦૨૮ ના વૈશાખ સુદ-૬ ના દિવસે શ્રી સીમંધર સ્વામી પરમાત્માની પ્રતિષ્ઠા થવા પામી. પ્રભુની વિશાળકાય પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન શ્રી સીમંધરસ્વામી જૈન દેરાસર નિર્માણ થતાં મહેસાણા શહેરની દિવ્યતામાં જાહોજલાલીનાં દર્શન થાય છે.
પ. પૂ. રવિસાગરજી મ. સા.ની ચરણપાદુકાથી પવિત્ર થયેલ દાદાવાડી સુંદરતામાં વધારો કરી રહેલ છે. હાલ મહેસાણામાં ૧૪ જિનમંદિરો છે.
ગામમાં અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓ કામ કરે છે. અત્રે શ્રી જૈન સુધારાખાતાની પેઢી મહેસાણાનાં બધાં જ દેરાસરનો વહીવટ કરે છે. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટે શહેરના ગૌરવમાં વધારો કરી સાંસ્કારિક અને રસભર્યા સુંદર સાહિત્યનું પ્રસારણ કરી મહેસાણાનું ગૌરવ વધારેલ છે.
શ્રી જૈન સાધર્મિક સેવાસંઘ, આર્થિક રીતે નબળા અને માંદા દર્દીઓની સેવા અને આર્થિક મદદ કરી સાધર્મિક ભક્તિનું એક ઉત્તમ કાર્ય કરે છે. સાથોસાથ જૈન ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી જરૂરિયાતવાળા જૈનબહેનોને ખાખરા-પાપડ જેવી વસ્તુઓ બનાવવા આપી તેનું વિતરણ કરી એક ઉમદા કાર્ય કરી રહેલ છે.
પ્રભુભક્તિ અને શાસન સેવાના કાર્યમાં જુદાં-જુદાં મંડળો સુંદર કાર્યો કરી મહેસાણા
સૌજન્ય : શ્રી મધુકાનત દલીચંદ દોશી, કાંદીવલી મુંબઈ
વિશે
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org