________________
શ્રી મનહરતું મહેસાણા શહેર સેવંતીલાલ મણિલાલ દોશી (સુઈગામવાળા)
આ શહેર તેરમા સૈકા પહેલાંનું પ્રાચીન જણાય છે. અને કલિકાલ કલ્પતરુ સમા ત્રેવીસમા શ્રી મનોરંજન પાર્શ્વપ્રભુનું તથા શ્રી સુમતિનાથ પ્રભુનું બે માળનું મુખ્ય જિનાલય છે. નેશનલ હાઇવે રોડ ઉપર શ્રી સીમંધર સ્વામિનું વિશાળ ગગન ચુંબી જિનમંદિર છે તેમાં મૂળ નાયક તરીકે ભારતભરમાં અજોડ બે નમૂનેદાર અતિ ભવ્ય વિશાળ ૧૪૫ ઇંચ(૧૨ ફૂટ ૧ ઇંચ)ના પરમ તારક પરમાત્મા દેવાધિદેવ મહાવિદેહમાં વિચરતા (વિહરમાન) શ્રી સીમંધર સ્વામિ સ્થાપનાજિન પ્રતિમા (મૂર્તિ) બિરાજે છે. શ્રી સંભવનાથ સ્વામી આંબલી ચૌટામાં કાચના-સુંદર અને કલાત્મક કારીગરીથી દેદીપ્યમાન લાગે છે. અને પદ્મપ્રભપ્રભુજીનું જિનાલય પણ પ્રાચીન અને રળિયામણું છે.
શ્રી જૈન સુધારાખાતાની પેઢી દશ દેરાસર તથા દાદાવાડી વગેરેનો વહીવટ તેમ જ સાધુસાધ્વીજી વગેરે મહાત્માઓની સુંદર ભક્તિ આદિ શાસન પ્રભાવનાનાં કાર્યો કરે છે. સિદ્ધપુરી બજાર સેનેટરીઅમથી સ્ટેશન રોડ ઉપરના શ્રી સીમંધર દેરાસરનો વહીવટ અલગ છે. જ્ઞાનામૃત ભોજનમૂનું પાન કરાવતી ભારત ભરમાં સર્વોત્તમ (જૈન યુનિવર્સિટી) સમી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સુંદર સમ્યફ જ્ઞાન દાનનું કાર્ય ધમધોકાર ચલાવે છે જેમાં ગામ-પરગામથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમને રહેવા-જમવાની ઉત્તમ સગવડ છે.
અહીંથી ભણીને તૈયાર થઈ ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં પ્રાધ્યાપક, પંડિત, પરીક્ષકો બની દેશ વિદેશમાં સમ્યક જ્ઞાનના દાન સાથે પ્રચાર અને પ્રસાર, ધર્મ સંસ્કારોનો બહોળો ફ્લાવો કરે છે તે આ સંસ્થાને આભારી છે. મુમુક્ષુ મહાત્માઓ પણ અહીં રહી જ્ઞાનોપાર્જન કરે છે. કેટલાક પુન્યાત્માઓ સંસ્થામાં ભણીને સંયમપંથે સંચર્યા છે ગામમાં આપણાં જૈન બાળકોને ધાર્મિક સંસ્કાર મળે એ હેતુથી શ્રી રવિસાગરજી જૈન પાઠશાળા વર્ષોથી ચાલે છે.
શ્રી રવિસાગરજી મ. સા.ની ચરણપાદુકાથી પવિત્ર બનેલી દાદાવાડી તીર્થસ્વરૂપે શહેરની શોભામાં વધારો કરી રહેલ છે.
શ્રી પાંજરાપોળ સંસ્થા અબોલ અપંગ નિરાધાર ઘરડા-માંદાં પ્રાણીઓને અભય આપી માવજત (સારસંભાળ) સેવા શુશ્રુષા કરી ઉમદા સેવાનું કાર્ય કરે છે. ૨૦૧૦થી શ્રી જૈન સાધર્મિક સેવા સંઘ (ઘણાં વર્ષોથી) શ્રી સાધર્મિક બધુઓના ઉત્થાન માટે અનેકવિધ નાની મોટી ધાર્મિક
૧૯૪
સૌજન્ય: શ્રી ગિરિશભાઈ હર્ષદરાય શાહ, ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org