________________
પ્રાયઃ હાલમાં જ્યાં જ્યાં પાઠશાળા છે ત્યાં ત્યાં ધાર્મિક અધ્યાપકો જ આ સંસ્થામાંથી જ તૈયાર થયેલા જોવા મળે છે. ખરેખર આ સંસ્થા એ એક કલ્પવૃક્ષ છે જેમાં સ્વાદિષ્ટ ફળોનો સ્વાદ પાઠશાળાઓમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણાવનારા પંડિતો, શિક્ષકો, શ્રદ્ધાવાન, સંસ્કારોથી વિભૂષિત, ધાર્મિક અનુષ્ઠાનોથી યુક્ત હોય છે. જેથી બાલક, બાલિકા, યુવાનો, વૃદ્ધો અને બહેનોમાં પણ ધાર્મિક સંસ્કારનાં બીજ રોપી શકે છે અને ધર્મનો પ્રચાર કરી શકે છે. ધર્મનાં મૂળભૂત તત્ત્વો અહિંસા, સંયમ અને તપથી જીવનનું ઘડતર કરી શકે છે.
આ સંસ્થામાં ભણેલા અનેક સંયમમાર્ગે આચાર્યપદે પહોંચ્યા, જેનો રિપોર્ટ આ સંસ્થામાં છે અને મુનિભગવંતો, અધ્યાપકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
દુર્ગુણોનું આગમન જીવનમાં સહજ છે પરંતુ સદ્દગુણોના આગમન માટે પ્રયત્ન, પ્રચાર પુરુષાર્થ અને ધર્મ તત્ત્વજ્ઞાનના અભ્યાસની અથાગ જરૂર રહે છે. આ સંસ્થાનાં અનેક કાર્યો છે. પાલીતાણામાં પણ બ્રાંચ ઑફિસ છે. ત્યાં પણ ભક્તિનાં અનેક કાર્યો થાય છે.
જિનભક્તિ તીર્થભક્તિ ગુરુભક્તિ જ્ઞાનદાન, આયુર્વેદિક દવાઓ દ્વારા સેવા સાથે સાધુસાધ્વીજી મહારાજને અભ્યાસ માટે પણ પંડિતો રોકવામાં આવે છે.
જૈન સમાજમાં દાનવીરો-દાતાઓ અનેક છે. ભારતમાં જૈનશાસનના દાનવીરોના દાનથી આ સંસ્થાને પ્રોત્સાહન-પુષ્ટિ મળતી રહે છે. એમાં શક નથી. તેમ જ દરેક ગામના સંઘો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રેરણાથી-શ્રમણ સંસ્થાના આશીર્વાદથી આ સમૃદ્ધિશાળી બને છે અને બનતી રહેશે.
વિદ્યાર્થીઓનો કોઈ ચાર્જ ન લેતાં, યોગ્યતા મુજબ સ્કૉલરશિપ આપીને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
૧૦૦ વર્ષ પૂરાં કરી સં. ૨૦૫૪ કારતક સુદ-૩ના દિવસે ૧૦૧મા વર્ષમાં આ સંસ્થાએ પ્રવેશ કરેલ છે જેનો શતાબ્દી મહોત્સવ શરૂ થશે-ધન્ય છે તે સંસ્થાના સંસ્થાપક શ્રી વેણીચંદભાઈને અને ધન્ય છે આ સંસ્થાના કાર્યકર્તાઓને. આવી આ કલ્પવૃક્ષ સમાન માતૃસંસ્થાના સં. ૨૦૦૪ ના આસો સુદ-૫ ના મને દર્શન થયાં મારા જીવનનું ઘડતર, સંસ્કાર, ધર્મશ્રદ્ધા એ સર્વ આ માતૃસંસ્થાને આભારી છે.
જેમ માટીમાંથી ઘડો, પથ્થરમાંથી મૂર્તિ, કાદવમાંથી કમલ ઊપજે છે. તેમ અમારા જેવા અબુધો અજ્ઞાનીઓને અધ્યાપકો તરીકે આ રત્નકુલિએ બહાર પાડ્યા છે. આવી આ સંસ્થાનું ઋણ ક્યારે પણ ચૂકવી શકીએ તેમ નથી, ૭ વર્ષ સુધી અભ્યાસ કરી ૨૦૧૨થી સં.૨૦૫૩ સુધી એક જ સ્થાન શ્રી ધમોત્તેજક જૈન પાઠશાળાનું કરાડ (જિ. સાતારા)નું સંભાળી રહ્યો છું. જ્ઞાનદાતા પંડિતજી પુખરાજજી અમીચંદજી કોઠારી જેઓએ મને ભણાવી તૈયાર કર્યો. પંડિતજીના હાથે અનેક અધ્યાપકો તૈયાર થયા છે. તેઓએ આજીવન સંસ્થાને ભોગ આપ્યો છે જેની અમરગાથા શતાબ્દીએ ગવાશે.
ખરેખર શતાબ્દી મહોત્સવનો આનંદ આપણને થાય એ સ્વાભાવિક છે. સાથે સાથે હવે
સૌજન્ય: શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈ પરિવાર, મુંબઈ
૧૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org