________________
કૃપાનું જ ફળ છે...
તારી ગોદમાં ખેલી રહેલાં સંતાનો જ જીવનની બે પાંખ (૧) સદાચાર (૨) સમ્યગુજ્ઞાન મેળવી શકે છે. અને પછી ચિંતન દ્વારા આત્માકાશમાં ઉયન કરી શકે છે.
ખરેખર, ઓ મૈયા... ! તને કઈ ઉપમાથી સુશોભિત કરવી... તારા માટે તો આ જ વિચારી શકાય કે જેમ જૈનમંદિરને સો વર્ષ પૂર્ણ થાય તો તેને તીર્થ રૂપે ગણવામાં આવે છે તો એમ પણ કહેવાય કે જે પાઠશાળાને પણ સો વર્ષ પૂર્ણ થાય તે શ્રુતતીર્થ સ્વરૂપ કહી શકાય. તો બસ... અંતમાં એટલું જ કે સર્વ જીવો શ્રુતતીર્થમાં સ્નાન કરીને આત્માને પાવન બનાવે અને આ શ્રુતતીર્થ સ્વરૂપ જનની “યાવચંદ્ર દિવાકરવત” દેદીપ્યમાન બની રહે એ જ અંતરની મંગલ મનીષા...
असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते,
कं नु विहिंसा अजया गहिन्ति ? ॥ જીવન તૂટ્યા પછી તેનો સંસ્કાર થઈ શકતો નથી અર્થાતું તૂટવાની અણી પર આવેલું જીવન સંધાતું નથી, માટે એ બાબત પ્રમાદ ન કરો, વૃદ્ધાવસ્થા આવી પહોંચ્યા પછી તેનાથી બચાવ થઈ શકતો નથી. જેઓ સંયમ વગરના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તેઓ અંત સમયે કોને શરણે જવાના? પ્રમાદી માણસે આ બધું બરાબર સારી રીતે જાણી લેવું જોઈએ.
૭િ૮) સૌજન્ય : શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ, પાયધુની મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org