________________
સમ્યગુજ્ઞાન સફળ ક્યારે બને?
દલપતભાઈ સી. શાહ (કુકરાણા)
સમકિત વિણ નવ પૂરવી પણ અજ્ઞાની કહેવાય..” પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.ની આ પંક્તિ જ્ઞાન વિકાસની વાતો કરનારા આપણ સહુને એક લાલબત્તી ધરી જાય છે. ઊભા રહો... ! થોભો... ! વિચારો... ! પછી આગળ વધો....!. - જ્ઞાનવિકાસ અને પ્રચારની ધૂનમાં આપણે જ્ઞાનનું મૂળ લક્ષ્ય ભૂલી જઈને જ્ઞાનને બદલે અજ્ઞાનની ઊંડી ખીણ તરફ જ ધકેલાતા નથી ને ?
જ્ઞાન.... ત્યારે જ સમ્યગુ જ્ઞાન બને છે, જયારે તેના મૂળમાં સમકિત હોય. સમકિતસમ્યગુદર્શન વિનાનું ગમે તેટલું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. પરમતારક શ્રી જૈન દર્શનનો આ મોક્ષલક્ષી” અણમોલ સિદ્ધાંત છે અને માટે જ પૂર્વધર વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થાધિગમના પ્રથમ સૂત્રમાં મોક્ષમાર્ગનું દિગ્દર્શન કરાવતાં “સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ || સૂત્રની રચનામાં સમ્યગુ દર્શનને અગ્રસ્થાન આપી એ સૂચિત કર્યું કે, એના વિનાના જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષલક્ષી ન બની શકે, પરંતુ ભવ-ચક્રમાં પરિભ્રમણ કરાવનારા બને છે. માટે સમ્યગુ જ્ઞાનની ચર્ચા કરતાં પહેલાં આ સાવધાનીની સાયરને સાંભળીને સજાગ અને સચેત બનવું અતિ મહત્ત્વનું ગણાશે.
સા વિદ્યા યા વિમુક્તયે | જ્ઞાનસ્ય ફલં વિરતિ / પઢમં નાણું તઓ દયા | વગેરે સૂત્રો માત્ર દીવાલોની જ શોભા ન બનતાં, આપણા સહુના હૃદયમંદિરમાં સ્થિર બનાવવા પડશે.
જ્ઞાનને જીવનસ્પર્શી, હૃદયસ્પર્શી અને આત્મસ્પર્શી બનાવી જીવનસંગ્રામ જીતી ગયાનાં જવલંત દષ્ટાંતો આપણી પાસે મોજૂદ છે ;
• શ્રી આર્ય રક્ષિતની માતાએ આર્યરક્ષિતનાં બધાં જ જ્ઞાનને ભવલક્ષી બનતું અટકાવી, કેવું મોક્ષલક્ષી તથા જીવનસ્પર્શી બનાવી દીધું?
• મહાસતી મયણા સુંદરીએ જીવનમાં ઉપસ્થિત થયેલ પ્રસંગોમાં પણ સમકિત યુક્ત તત્ત્વજ્ઞાનના પ્રભાવે કેવી સ્થિરતા, સહનશીલતા જાળવીને, નિરાશાઓનાં ગાઢ વાદળોમાંથી પણ
નાં કિરણોને શોધી કાઢી, કર્મની ફિલોસોફીને જીવંત રાખી, સાથે સાથે જ કર્મ કરતાં પણ
સૌજન્ય : શ્રીચંદ્રપ્રભ સ્વામી જૈન દેરાસર અને શ્રી સંઘ પ્રાર્થના સમાજ, મુંબઈ
[૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org