________________
હે જ્ઞાનદાત્રિ અબ્બ ! તુલ્યું નમઃ”
ચંદ્રકાંત એસ સંઘવી (રાધનપુર)
“સો સો વરસથી નિત્ય થતી, જ્યાં અખંડ શ્રત કેરી સાધના, અનેક જીવો જ્યાં રહીને, કરતા જ્ઞાનોપાસના, સદા જ્ઞાનસાગરમાં ઝીલીને, વેશ ધરે વૈરાગ્યના. શ્રુતતીર્થ સમ એ મુજ મૈયાને, પ્રેમ કરું હું વંદના..”
રાત્રિના અંધકારમાં ટમટમી રહેલો એક દીવડો મકાનના એક ખંડના અંધકારને દૂર કરે છે, પાંચ-પચીસ દીવડાઓ આખા મકાનના અંધકારને દૂર કરે છે, બસો એક દીવડાઓ નાનકડા ગામનો અંધકાર દૂર કરી શકે છે. પણ.. આખા વિશ્વના અંધકારને દૂર કરવાનું સામર્થ્ય તો સૂર્ય જ ધરાવી શકે છે. પણ એ સૂર્યની પણ મર્યાદા છે. એ માત્ર બાહ્ય અંધકારને જ દૂર કરી શકે છે. માનવીના ભીતરનો અંધકાર દૂર કરવા માટે એ સમર્થ બની શકતો નથી. ભીતરનો અંધકાર દૂર કરવાને સમર્થ છે. માત્ર જ્ઞાનરૂપી દીપક... અને તેથી જ કહેવાય છે કે..
“જગતનાં અંધારાં હરે તે સૂર્ય અને ઉરનાં અંધારાં હરે તે જ્ઞાન.”
જ્ઞાનરૂપી દિપક આત્માને અજવાળે છે. અને એ જ્ઞાન પણ જ્યારે શ્રદ્ધા-વિવેક-વૈરાગ્યસદાચરણ આદિથી સુશોભિત હોય છે ત્યારે ઉરનાં અજ્ઞાન-અંધારાં સંપૂર્ણ ઉલેચાઈ જાય છે અને આત્મા જ્ઞાનસ્વરૂપી બની શકે છે. અને આવું સુસંસ્કારથી વાસિત સમ્યજ્ઞાનનું બીજારોપણ આવી મહાન પાઠશાળા સિવાય કયાંય નથી.
જેમ રણમાં ક્યાંક ભાગ્યે જ મીઠી વીરડી જોવા મળે છે તેમ જૈનશાસનમાં સો-સો વરસથી જ્ઞાનનું પાન કરાવતી મીઠી વીરડી સમાન અને મહેસાણા નગરના આભૂષણ સમાન પાઠશાળા જો હોય તો તે છે. “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા..”
સતત જ્ઞાનનું ઝરણું વહાવનાર પાઠશાળા એ ખરેખર પાઠશાળા નથી પરંતુ અનેકોની જીવનદાત્રી જનની છે કે જેની શીતળ છાંયડીમાં કેટલાય જીવો આશ્રય કરીને નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે... અને આવી વાત્સલ્યદાત્રી માની કુક્ષીએ જન્મેલા કેટલાંય અણમૂલાં રત્નો શાસનમાં પંચ પરમેષ્ઠીના ત્રીજા પદને તેમ જ પાંચમા પદને શોભાવી અનેકોના પથદર્શક બની રહ્યા છે. અને કેટલાય આત્માઓ હાલમાં પણ અનેક જીવોના જીવનપંથમાં વ્યાપી રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી સમ્યજ્ઞાનનો દીપક પ્રગટાવી રહ્યા છે. અને સર્વને જે કાંઈ મળ્યું છે તે તારી
સૌજન્ય : શ્રી અમૃતલાલ તારાચંદ દોશી, કાંદીવલી મુંબઈ ૧િ૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org