________________
આજે સંસ્થા સો વર્ષની મંજિલ વટાવી ચૂકી છે. આ ગાળામાં દુનિયામાં અનેક પલટાઓ આવ્યા છતાં આ સંસ્થા અડીખમ રહી સમ્યગુજ્ઞાનનો પ્રચાર કરી રહી છે. ધન મેળવવા સમાજમાં જુદા-જુદા પ્રયોગો થાય છે પણ સંસ્થા બંધારણ વિરુદ્ધ જઈ ધનપ્રાપ્તિ કરવા હરગિજ તૈયાર નથી.
સમ્યજ્ઞાનના દાન ઉપરાંત બીજો લાભ પણ સંસ્થા લઈ રહી છે. પૂ. સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે પૂર્ણ સગવડ છે. એ ઉપરાંત વૈયાવચ્ચ, ગોચરી-પાણી, પુસ્તક આદિ દ્વારા પણ લાભ લે છે. ઉકાળેલું પાણી કાયમ મળી શકે છે. પાલીતાણા શાખા દ્વારા શાશ્વત તીર્થની વરખપૂજા, ધૂપપૂજા, પુષ્પાદિ પૂજા દ્વારા પ્રભુભક્તિ થાય છે. શ્રી ચતુર્વિધ સંઘમાં જ્ઞાનનો પ્રચાર અને ઔષધાદિ દાન દ્વારા સુસેવા કરાય છે. મહેસાણામાં બાળકોને અધ્યયનનો કોઈ ચાર્જ નથી. સારા અભ્યાસીને સ્કૉલરશિપ અપાય છે, સાત્વિક ભોજન સહુને પીરસાય છે. આ સંસ્થાને આપેલું દાન ઉત્તમદાન ગણી શકાય.
આ દાનનો લાભ લેવાનું ચૂકતા નહિ, વખત વીતી જશે, આયુષ્ય પૂર્ણ થશે, લક્ષ્મી છોડવી પડશે, કુટુંબીઓ રિસામણાં કરશે. લક્ષ્મી માલિક બદલે એ પહેલાં લાભ લઈ લેવો. પાછળથી પસ્તાવું ના પડે. મળેલી શક્તિનો સદુપયોગ કરશો. કાલ પર કાંઈ બાકી ન રાખતા.. આયુષ્યનો કોઈ ભરોંસો નથી. સંસ્થાના વિકાસમાં તનતોડ મહેનત કરી શક્ય ફાળો આપો. ઉપકારી સંસ્થાનો ઉપકાર ભૂલશો નહિ. છદ્મસ્થ છીએ, દરેકની ભૂલ થવા સંભવ છે. સલાહસૂચન પ્રેમપૂર્વક વિવેકથી પાઠવવું. જરૂર ઘટતો પ્રયત્ન કરાશે. શ્રમણ સંઘ પણ જ્ઞાનપ્રાપ્તિ માટે સંસ્થાનો પૂર્ણ લાભ ઉઠાવે. સૂચનો પાઠવે અને દરેકને સંસ્થાનો પરિચય આપે.
દરેક જણ પોતાની રીતે હળીમળીને કામ કરી સંસ્થાને આગળ વધારી સારા સાધુઓ, સારા પંડિતો, વિદ્વાનો પકવી સમાજને અર્પણ કરવામાં મદદ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે. આ વિદ્વાનો તૈયાર થઈ સમાજનાં બાળકોને તૈયાર કરશે અને જૈન ધર્મ ફાલ્યોફૂલ્યો રહેશે. એ દ્વારા અનેક આત્માઓ આત્મશ્રેય કરશે.
સદૂગત શેઠશ્રી વેણીચંદભાઈએ વાવેલ પાઠશાળા અંકુરમાંથી કલ્પવૃક્ષ બની સારાં ફળ આપી રહી છે. ચતુર્વિધ સંઘ અભ્યાસ કરે છે. પાઠશાળા સમૃદ્ધ બની છે. આજે ભાવનાઓ ફળીભૂત બની છે. પરિશ્રમ સાથે પીઠબળ મળતું ગયું તેથી સંસ્થા ઉચ્ચતાના શિખર પર પહોંચી છે. આ કલ્પવૃક્ષનાં ફળ હંમેશાં મળતાં રહે એ માટે પ્રયાસ ચાલુ રહે એ આશા. સૌ કોઈ આ કલ્પવૃક્ષનાં ફળ મેળવી પંચમગતિ પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના...
સૌજન્ય : શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ, માલેગામ
૧૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org