________________
સમ્યગુજ્ઞાન ચિંતામણિ રત્ન સમાન છે. જ્ઞાનને પ્રથમ દરજ્જો છે કારણ કે જ્ઞાન જ માણસને વિવેક-અવિવેકનું ભાન કરાવે છે. આત્માને અધોગતિથી બચાવી ઊર્ધ્વગતિ મોકલે છે. આજના ભૌતિકવાદના યુગમાં જ્યારે સમાજ પૌગલિક સુખ-સગવડ પાછળ તણાઈ રહ્યો છે ત્યારે આવી સંસ્થા દીવાદાંડીની ગરજ સારી શકે છે. * જિનબિંબ અને જિનાગમ ભાવિજનને કલિકાળમાં આલંબનરૂપ છે. આની સમજણ માટે શ્રુતજ્ઞાનની ઉપાસના જરૂરી છે. ભાવિ સંઘ ધર્મિષ્ઠ અને ધર્મજ્ઞાતા બને, ધાર્મિક ક્ષેત્રોમાં સહયોગી બને એ માટે દરેક ગામોમાં ધાર્મિક પાઠશાળાઓની આવશ્યકતા ઊભી થઈ છે. ગામના નિવૃત્ત વડીલો બાળકોને ભેગાં કરી ધાર્મિક સંસ્કાર આપે એ જ આદર્શ ગણાય, પણ આજના વિષમ કાળમાં નિવૃત્તિ પણ મોંઘી થઈ છે તેથી ધાર્મિક શિક્ષકોની વધુ જરૂરત પડી છે.
રાગ-દ્વેષ, મોહ એ ત્રણેનો ખાત્મો બોલાવવા સમ્યગુજ્ઞાન જ આધાર છે. અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર જ્ઞાન જ છે. સૌ કોઈ જ્ઞાન અભ્યાસ કરી આત્માને દુર્ગતિમાં જતા અટકાવે. સર્વ ધર્મક્રિયાનું મૂળ સમ્યજ્ઞાન છે, વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. ગીતાર્થ પુરુષોની સલાહ અનુસાર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તથા હેય, શેય ઉપાદેય તત્ત્વોને જાણે તો ભવ્યજીવો આત્માનું કલ્યાણ કરી શકે. આ જ્ઞાનનો અભ્યાસ કરવાથી સંસ્કારી જીવન સહિત આધ્યાત્મિક વિકાસ થશે.
જીવનમાં પરમ પ્રકાશ પાથરનારી સમ્યગુજ્ઞાનની પરબ મહેસાણા પાઠશાળા છે. પરબમાંથી જેમ કોઈ પણ પાણી પી શકે, તૃપ્તિ પ્રાપ્ત કરે એવી રીતે આ સંસ્થા અગણિત વરસો સુધી જ્ઞાનપિપાસુઓ માટે જ્ઞાનપરબનું કાર્ય કરશે. છેલ્લાં સો વર્ષોમાં આ સંસ્થાએ સમ્યગુજ્ઞાનના દાનથી સમાજની નિઃસ્વાર્થ સેવા કરી સેંકડો સાધુઓ, આચાર્યો, પંડિતો, અને ધાર્મિક શિક્ષકોની શ્રીસંઘને ભેટ આપેલ છે. સંસ્થાનું સુંદર વાતાવરણ વિદ્યાર્થીઓની અંદર સુસંસ્કારોનું સિંચન કરે છે. કૉલેજના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને જે સગવડો નથી મળતી એ અહીં મળે છે અને ભણીને બહાર આવ્યા પછી સારું વેતન અને ગુરુજીનો ઉચ્ચ દરજ્જો મળે છે. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય સુસંસ્કારી પંડિતો, શિક્ષકો તૈયાર કરવાનો છે. મહદ્ અંશે આમાં સફળતા પણ મળી છે. આજે જ્યાં જઈશું ત્યાં આપણી સંસ્થામાં ભણેલા પંડિતો, શિક્ષકો જ જોવા મળે છે.
ચાલુ સમયમાં સારો પગાર આપવા છતાં માંગ પ્રમાણે શિક્ષકો, પંડિતો મળતા નથી. સંસ્થાએ વધુ કોશિશ કરી વિદ્યાર્થીઓની સંખ્યા વધારી ઉત્તમ જ્ઞાન અને સારી સગવડ આપી વધુ પંડિતો, શિક્ષકો તૈયાર કરવા જોઈએ, જેથી સમાજની જરૂરત પૂરી કરી શકાય. પરિણામ આપીશું તો સમાજ દ્વારા દાનનો વરસાદ થશે. સામે વિદ્યાર્થીઓને મોકલવા વાલીઓએ સમજવું પડશે. વાલીવિદ્યાર્થી-શિક્ષક-અને દાતા આ ચાર સ્તંભ મજબૂત હશે તો સંસ્થારૂપી ઈમારતને કદી લૂણો નહિ લાગે. શિક્ષક-પંડિત તૈયાર થયા પછી શ્રીસંઘે ધ્યાન રાખવું પડશે. તેમની સગવડતા, પૂર્ણ પગાર અને બહુમાન જાળવવા પડશે, તો જ આજના ઝેરી વાતાવરણમાં શિક્ષકો ટકી શકશે અને સમાજને ઉપયોગી બનશે. બિનકાળજીથી શિક્ષણ અને શિક્ષક બન્ને કથળશે; તેવું ના બને એ જોવું પડશે.
૧૭૨
સૌજન્ય : શ્રી મફતલાલ ધરમચંદ જોગાણી, ખીમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org