________________
સામાયિક એટલે એકલપંડે મૌન વાર્તાલાપ
કુમારપાલ વિ. શાહ (કલિકુંડતીર્થ)
મગધ સમ્રાટ શ્રેણિકે કહ્યું, “પ્રભુ મારે મરીને નરકમાં જવાનું છે. એ સાંભળી હું ધ્રુજી ઊક્યો છું. મારી દુર્ગતિ અટકે એ માટે કોઈ ઉપાય મને બતાવો.”
મહાવીર ભગવાને કહ્યું “શ્રેણિક તમારી દુર્ગતિ અટકાવવાની તાકાત રાજગૃહમાં રહેતા એક માત્ર પુણિયા શ્રાવકના સામાયિકમાં છે. એના એક સામાયિકનું ફળ તમને આપે તો તમે ન્યાલ થઈ જશો.”
શ્રેણિકે પુણિયાના દરવાજે જઈને કહ્યું, “તમારા એક સામાયિકમાં મારા નરકગમનને અટકાવી દેવાની તાકાત ભરી પડી છે. તમો માંગો એટલી અને એવી સંપતિ તમોન આપવા હું તૈયાર છું. પણ મને તમે એક સામાયિકનું ફળ આપો.”
ધર્મ અને ધર્મની ક્રિયા વ્યક્તિને એટલી તો સમૃદ્ધ બનાવી આપે છે કે તે યાચક પાસે હોય તો તેની પાસે સમ્રાટ જેવો સમ્રાટ કોડીની કિંમતનો બની જાય છે.
પ્રણિયાએ કહ્યું “મારા ચિત્તની પ્રસન્નતાને આપ શી રીતે ખરીદી શકો? ચાહો તો મુઝે ખરીદ લો. લેકિન સામાયિક ખરીદને કા કોઈ ઉપાય નહિ. સામાયિક પાઇજા શકતી હૈ, ઉસે ખરીદા નહી જ શકતા.'
દુઃખને ફેડવા ન જવાય, દોષને કાઢવા જવાય, નરકના દુઃખ તોડવા શ્રેણિક પુણિયા પાસે ગયા. સમૃદ્ધિથી સત્ત્વ ખરીદવા જાવ તો સમૃદ્ધિ હારવાની. સામાયિક તો સમગ્ર મગધની સમૃદ્ધિ કરતાંય ચડિયાતી ચીજ છે. એ ચીજની સમ્રાટ જેવા સમ્રાટે પુણિયા પાસે યાચક બનીને યાચના કરાવી. આ સામાયિકની કિંમત કેટલી ? એની તાકાત કેવી ? મહાવીર ભગવાન અને સામાયિક સાથે સંબંધ જોડવાના યોગે પુણિયાને મગધ સમ્રાટની પણ પરવા નથી. સંતોષી હોવું એ લાચારી નથી પણ ખુમારી છે. પુણિયાની કેવી ગજબ ખુમારી !.
પુણિયો સંપત્તિના અભાવમાં સુખી હતો. મમ્મણ સંપત્તિના ઢેર પર પણ દુઃખી હતો. સુખનો સંબંધ સંપત્તિ કે સામગ્રીઓ સાથે નથી જ નથી. સંતોષ સાથે છે. દુ:ખનો સંબંધ અભાવ સાથે નથી. અસંતોષ સાથે છે. આપણે અભાવને કારણે નહિ, અસંતોષને કારણે દુઃખી દુઃખી છીએ. સુખની સામગ્રીઓ ભેગી કરી શકાશે, સુખ ભેગું કરી નથી શકાતું જેનાથી સમભાવ ને સંતોષ મળે એનું નામ સંપત્તિ આ પુણિયાનો મુદ્રાલેખ હતો.
સૌજન્ય : શ્રી અસ્મિતાબેન નરેશભાઈ શાહ, સલકી
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org