________________
ત્યારે સકળસંઘ પાસે ત્રીજું માધ્યમ-જ્ઞાનવંત પંડિતવર્યો દ્વારા અધ્યાપનનો માર્ગસાધુભગવંતોની અવેજીમાં અપવાદમાર્ગે પણ શ્રેષ્ઠ માર્ગ તરીકે ઊપસી આવ્યો છે. અને સદીઓથી તે વિદ્વાન વ્રતધારી ગુરુવર્યો દ્વારા કરાતું પાઠશાળાઓમાં અધ્યાપન-આજે તો આવશ્યક નહિ પણ અનિવાર્ય બન્યું છે.
પાઠશાળા-જ્ઞાનની પરબ કે જ્યાં જ્ઞાન-પિપાસુઓની જ્ઞાનપિપાસા છિપાવવા દ્વારા, અનંતકાળથી આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીય કર્મના પુગલો હડસેલવાપૂર્વક ગાઢ અજ્ઞાન તથા અનાદિકાળના મિથ્યાસંસ્કારોને સમ્યગુજ્ઞાનની પ્રરૂપણા દ્વારા ધોવામાં આવે છે. આ સમ્યજ્ઞાનનું અધ્યાપન બાલ્યાવસ્થાથી જ કરાવાય છે. તેથી આ જ્ઞાન-પ્રદાનનો સિલસિલો પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા, સુધી ભણાવતા રહી ચાલુ રખાય છે. સૂત્રો તથા તેના અર્થને વિસ્તારથી સમજાવવાપૂર્વક સમકિત માર્ગે મૂકવામાં આવે છે.
ભૌતિકવાદના જમાનામાં જ્યારે વિશ્વ ફેશન માર્ગે એશઆરામમાં ખૂંપતું જાય છે. ઇન્દ્રિયદમનના સ્થાને મનગમતો ભોગવિલાસનો માર્ગ જ્યારે દુનિયા અપનાવી રહી છે ત્યારે પણ ધર્મનું તત્ત્વ ટકાવી રાખવામાં પાઠશાળાઓનો મહાન ફાળો છે. તેમાંય મારી માતૃસંસ્થા મહેસાણા પાઠશાળાએ, સો વર્ષ પૂરાં કરી વિશ્વમાં સામા પ્રવાહે ચાલી અનેક પંડિતો તૈયાર કરી શ્રેષ્ઠતમ પાઠશાળાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાઠશાળાઓમાં ધર્મનું સ્વરૂપ-છ દ્રવ્ય-નવતત્ત્વ-કર્મવાદ ધર્મનાં તત્ત્વોનું યથાર્થ જ્ઞાન – અનેક મહાગ્રંથોના સુંદર અધ્યાપન દ્વારા-શુદ્ધ સમકિત માર્ગની પ્રરૂપણા પૂર્વક-સાધકને સાધના માર્ગ-મોક્ષમાર્ગ બતાવાય છે. માટે પાઠશાળાઓ અત્યંત આવશ્યક છે.
સાથે-સાથે અધ્યાપકો-પંડિતવર્યોએ આજના કાળમાં નૈતિક સ્તર ઘણું જાળવવાની જરૂર છે. જેટલી પાઠશાળાઓની આવશ્યકતા છે તેનાથી પણ વધુ ઉત્તમ ચારિત્રવાળા શિક્ષકોની જરૂર છે. આજકાલ જોવા મળે છે કે બે-પાંચ પ્રતિક્રમણ માત્ર મૂળથી અને તે પણ અશુદ્ધ ભણેલા પાર્ટટાઇમ શિક્ષકોનો વર્ગ બન્યો છે. નહિ રાત્રિભોજન ત્યાગ, નહિ કંદમૂળ ત્યાગ-ધર્મથી વિમુખ એવા એ આત્માઓ આ ઉત્તમજ્ઞાન-દાનથી પ્રવૃત્તિઓથી દૂર રહે અથવા આ ક્ષેત્રની પવિત્રતા જાળવે તે બહુ જરૂરી છે. સાથે સાથે પાઠશાળાની અનિવાર્યતા સમજી જ્ઞાનદાતાઓએ પણ નીતિમાનું જીવન સાથે નીડર, સ્પષ્ટ પથદર્શક બની સમાજને સત્ય માર્ગ બતાવવાનો તથા દહીં તથા દૂધ બંનેમાં પગ રાખવાની સંકુચિત ભયવૃત્તિ છોડી દેવાનો સમય પાકી ગયો છે. અમારા વખતમાં પંડિતોના આચારની કડક નોંધ લેવાતી તે બહુ સારી વાત ભુલાતી જાય છે, તો સામે પક્ષે અમારા વખતમાં પંડિત ને પૂજારી બન્ને સરખા હોય તેમ તદ્દન જ્ઞાન વગરના માત્ર પૈસાના જોરે કૂદતા કહેવાતા ધર્મશ્રેષ્ઠિઓ, શિક્ષકોની મજબૂરીનો લાભ લઈ નોકરની જેમ દબડાવતાડરાવતા તે હવે બંધ થવા લાગ્યું છે તે ઘણી આદરણીય બાબત છે. કારણ કે હવે સમાજને સાચા જ્ઞાનની કિંમત સમજાય છે. શિક્ષકો એ લાચાર નથી પણ લાચાર દુનિયાને જ્ઞાનની ખુમારી શિખવાડતા સક્ષમ છે, તે વાત સમજાવા લાગી છે. છતાં પણ હજુ સ્કૂલશિક્ષણ પાછળ લાખો
સૌજન્ય : શાહ હીરાબેન ચીમનલાલ, વિસનગર
(૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org