________________
જાણે શિક્ષક પ્રત્યેની સૂગનો ધુમાડો બહાર કાઢતા હોય ! શિક્ષક પણ સામી બાબતમાં જવાબ આપે તેવા જ હતા. કહ્યું કે-તમારી જેમ મોટર, બંગલા, ટેલિફોન, એમ વૈભવ-વિલાસનાં સાધનો વસાવવા કાળા બજાર કરવાનું હજુ અમને આવડ્યું નથી. પણ અમારા ગુજરાન માટે આપની પાસે આવી માંગણી કરવી તે કરતાં વાણિયાનો છોકરો હોઈ કંઈ ને કંઈ ધંધો અને તે પણ તેનાથી શક્ય હોય તે કરે અને તેમ કરી પોતાનું ગુજરાન ચલાવે તેમાં આપને ક્યાં વાંધો આવ્યો ! પણ આવી વાત કરવી આપને ક્યારે શોભે કે-આપ વર્ષ પૂરું થતાં શિક્ષકને બોલાવી ખૂબ જ સહાનુભૂતિપૂર્વક અને શિક્ષક-શિક્ષણ આપવામાં જ તન્મય રહે તેવી ભાવનાપૂર્વક તેને કહો કે આપને આપનું જીવન ચલાવતાં શું તોટો અને તકલીફ પડે છે. તેને દૂર કરવા પૂર્વક તેમ જ દર વર્ષે તમે સંસારમાં છો. તો ત્યાં સુધી પાંચ હજાર વધવા જોઈએ. તેટલી પૂર્તિ અમે આપની કરીએ તે અમારી ફરજ છે. અને એવી ફરજ બજાવતાં શ્રીમંતોના મોંમાં જ શિક્ષકને ઉપરોક્ત કહેવાતા શબ્દો શોભે !
ત્યાં તો અભ્યાસ કરતા મુનિરાજ પણ શેઠને કહેવા લાગ્યા. શેઠ! સાંભળ્યું? આ સાંભળેલું હૈયામાં ઉતારો અને ધાર્મિક શિક્ષક એ તો સાચેસાચ જ્ઞાનદાતા ગુરુ છે. એમ વિચારી તેના પ્રત્યેની સૂગ છોડો. ધાર્મિક શિક્ષક પ્રત્યેની કેટલે સુધી સૂગ છે. કે કેટલીક વખત ગુરુમહારાજો, ખુદ આચાર્ય ભગવંતો પણ તેના પ્રત્યે મીઠી નજરે જોવાના બદલે જેમાં ગામ કે સંઘ જવાબદાર હોય તેનો યે રોષ ગરજુ શિક્ષક ઉપર ઠાલવતા હોય છે. અને તેમને તો જાણે ભણેલો વર્ગ ગમતો જ ન હોય તેવું પણ કેટલીક વખત તેના તરફ વર્તન જોવા મળશે. કેમ કે બાપજી-બાપજી કહેનાર અને તેઓ કહે તેમાં જ દ્રવ્યનો ઉપયોગ કરનાર પ્રત્યે જ સહાનુભૂતિ રાખતા હોય છે. શિક્ષક પાસે તેવી કંઈ આશા હોતી નથી. એક આચાર્ય ભગવંત એક સારા ધર્મિષ્ઠ ગણાતા ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો અને પાઠશાળામાં ભણાવતા શિક્ષક ઉંમરે નાના હોવા છતાં ભણાવવામાં ઘણા તલ્લીન હતા. પણ આચાર્ય ભગવંતને કોણ જાણે ઉપરોક્ત કોઈ કારણે કે ગમે તે રીતે તેના પ્રત્યેની સૂગ, જેથી પાઠશાળા ચલાવનાર શેઠ વંદનાર્થે આવતાં વાત મૂકી કે તમે આ જૈન શિક્ષક કે પંડિત રાખો તેના કરતાં બ્રાહ્મણ પંડિત રાખો તો એક શિક્ષકના પગારમાંથી બે પંડિત રાખી શકાય. અને આપણે એને બહુ સાચવવા પણ ન પડે. (આ વાત ચાલતી હતી ત્યાં પેલા શિક્ષક પણ વંદનાર્થે આવતાં દાદરમાં જ ઊભા રહી ગયા.) શેઠ કહે કે સાહેબ ! આપની દૃષ્ટિએ આ બાબત કદાચ સત્ય હશે પણ અહીં આ વાત ફરીથી ન ઉચ્ચારશો કેમકે અમે એક તો પરાણે પરાણે રાખીએ છીએ. જો એ શિક્ષકના જાણવામાં આવી જાય તો અમને આવા શિક્ષક ફરી મળવા દુર્લભ છે. શેઠ વંદન કરી નીચે ઊતરતાં શિક્ષકને દાદરનાં પગથિયાં ચડતાં જોઈ બંનેએ એકબીજા સામે સ્મિત કર્યું. શિક્ષક આચાર્ય ભ.ને વંદન કરવા આવતાં આચાર્ય ભગવંત કહે-આવો આવો પંડિતજી ! શિક્ષકે કહ્યું કે આપ અત્યારે મારા માટે બહુમાનના શબ્દો ઉચ્ચારો છો પણ એક મિનિટ પહેલાંની આપની બધી વાત દાદરનાં પગથિયામાં ઊભા રહી સાંભળી છે. પણ મારે તો આપ એકાંતે દર્શનીય, વંદનીય, પૂજનીય છો.
આ અને આવા અનેક પ્રસંગોમાં ધાર્મિક શિક્ષકનું સ્થાન ક્યાં છે તે પ્રત્યક્ષ થાય છે. છતાં શિક્ષક નહીં મળવાના કારણે કાળ થોડો બદલાયો છે.
|
સૌજન્ય : સ્વ. રમેશભાઈ કાન્તિલાલ મણિલાલ શાહ, વિસનગર
૧િ૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org