________________
આવા એકાદ બે પ્રસંગ અહીં ટાંકું તો અસ્થાને નહીં જ ગણાય. મારા ખ્યાલ પ્રમાણે ચાલીશ વર્ષો પહેલાં મહેસાણા પાઠશાળાના વિકાસ માટે શેઠશ્રી ભગુભાઈ ચુનીલાલ સુતરિયાના પ્રમુખસ્થાને મહેસાણાના મધ્ય બજારમાં રહેલા ઉપાશ્રય નીચેના ચોગાનમાં એક મોટી જનરલ સભા ભરાઈ હતી જેમાં મુંબઈ, અમદાવાદ વગેરે અનેક નગર-ઉપનગરોના મહાનુભાવો મળ્યા હતા. સભાનું સંચાલન શેઠશ્રી જીવાભાઈ પ્રતાપશીભાઈ કરતા હતા. તે સભા બે દિવસ સુધી સવાર-બપોર-રાત એમ ત્રણ-ત્રણ બેઠક ચાલી હતી જેમાં અનેક શ્રેષ્ઠીઓએ ધાર્મિક શિક્ષણની બિરુદાવલી ગાઈ હતી. ધાર્મિક શિક્ષણ એ ઊંચામાં ઊંચું અને તેના માટે આ મહેસાણા પાઠશાળા - શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પૈસાની દષ્ટિએ મોટા ગણાતા બધા મોટા મોટા માણસોને ફાવે તેમ અને ફાવે તેટલું બોલવા-બોલાવવાનું હતું.
હવે બધાને એમ લાગ્યું કે આપણે બધાએ ભાષણો કર્યા. પણ જેની પાસે એનું હાર્દ છે. એ શિક્ષકો-પંડિતો, વિદ્વાનોને તો સાંભળ્યા જ નહીં, જેથી તેમને સાંભળવા માટે જે ધાર્મિક શિક્ષકોને કંઈ બોલવું હોય તો તેમને ત્રણ મિનિટમાં પૂરું કરવાની દૃષ્ટિએ સમય આપવામાં આવ્યો. આ ત્રણ મિનિટમાં શું કહેવું આ માટે ધાર્મિક શિક્ષકો વિચારમાં પડી ગયા. એટલે નિર્ભય અને નિઃસ્પૃહ ભાવથી જે કહેવું હોય તે કહેવાની તૈયારીવાળા એક શિક્ષકને સમય આપવાની બધા શિક્ષકોએ માગણી કરી. એટલે એમને ત્રણ મિનિટ આપી. ઊભા કરવામાં આવતાં તેમણે મેકોલેન વૈદ્યકીય પરિષદમાં પ્રમુખ થવાના આમંત્રણના જવાબરૂપ દૃષ્ટાંત આપી વાત કરતાં કહ્યું કે, “ત્રણ મિનિટ થઈ ગઈ છે. અને ઘંટડી વાગે ને બેસી જાઉં તેના કરતાં હવે આગળ ન ચલાવવું એ જ સારું છે. ત્યારે “ત્રણ મિનિટ થઈ જવાનો વિચાર ન રાખતાં તમારે જે કહેવું હોય તે કહો.” તેમ પ્રમુખસ્થાને આદેશ મળતાં તેમણે જણાવ્યું કે
ધાર્મિક શિક્ષણ ઉત્તમોત્તમ છે અને એ સંસ્કાર પોતાનાં સંતાનોમાં આપવા અતિ જરૂરી છે. તે માટે આ સંસ્થા-શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા શ્રેષ્ઠ સાધન છે.”
આમ બધા મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું છે. તો કર જોડીને મને કહેવાની ફરજ પડે છે કે આ વાત ખરેખર હૈયાની છે કે હાથીદાંત જેવી માત્ર બોલવા પૂરતી જ છે. જો ખરેખર હૈયાની જ હોય તો સહુ શ્રીમંતો પણ પોતાના છોકરાઓને સંસ્થામાં દાખલ કરે તો આ સંસ્થાનો વિકાસ આપોઆપ થઈ જશે. ભાટીઆઓની શિક્ષણ અને સંસ્કાર માટેની એક સંસ્થા છે. તેમાં કરોડપતિના છોકરાઓ પણ શિક્ષણ સંસ્કાર લેવા આવે છે. તો તેનો વિકાસ કરવા માટે કોઈને કશુંય કહેવું પડતું નથી, અર્થની માગણી તો ક્યારેય કરવી પડતી જ નથી.
બીજો પણ એક પ્રસંગ જણાવું-એક શિક્ષક એક પૂજ્ય ગુરુમહારાજને અભ્યાસ કરાવતા હતા. વર્તમાનમાં તે ગુરુમહારાજ આચાર્ય ભગવંત છે. પણ તે વખતે પદવીધર ન હોવા છતાં તેમના વ્યાખ્યાનના કારણે શ્રીમંતો ઉપર સારો પ્રભાવ હતો. એક શ્રીમંત રોજ તેઓશ્રી પાસે નિવૃત્તિના સમયે હાજરી આપતા અને પ્રતિક્રમણ સૂત્રનો અભ્યાસ પણ કરવા પૂરતો કરતા. શિક્ષક એક વખત મુનિરાજશ્રીને ભણાવતા હતા.તે દરમ્યાન તે શ્રીમંત આવ્યા. અને તેમને ધીમે રહીને શિક્ષકના વાંસા ઉપર હાથ ફેરવી કહ્યું કે માસ્તર તમે કંટ્રોલનું કાપડ લાવી કાળા બજાર કરો છો. ૧૬૪) સૌજન્ય: શ્રી બાબુલાલ કાન્તિલાલ આંગડિયા, જૂના ડીસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org