________________
ધાર્મિક શિક્ષકનું સ્થાન શ્રી છબીલદાસ કેશરીચંદ (ભાભર)
બહુ લતાએ જોવામાં આવે છે તેમ ધાર્મિક શિક્ષકોએ ધાર્મિક શિક્ષક તરીકેનું સ્થાન તેની યોગ્યતા પ્રમાણે કે તેવી યોગ્યતા મેળવ્યા બાદ સંભાળવાનું જ છે. તે દૃષ્ટિથી ભાગ્યે જ શિક્ષક થતો હોય છે.
જે બાળકને સ્કૂલ-કૉલેજ-ધંધામાં સ્થાન નથી મળતું છતાં તેના મા-બાપને તે જલદી જલદી મદદગાર થઈ જાય. આવી આશાએ જ શિક્ષક થવા માટેની સારાય ભારતભરમાં એકનીએક સંસ્થા શ્રી યશોવિજયજી જેવી સંસ્થા પાઠશાળા-મહેસાણામાં મોકલવામાં આવે છે.
સંસ્થાને પણ આવા છેલ્લી કક્ષામાંથી આવતાં બાળકોને મઠોરીને તૈયાર કરવા માટે ઠીક ઠીક સમય અને ખર્ચનો ભોગ આપવો જ પડે છે. અલબત્ત ત્યારે તે જો વ્યવસ્થિત તૈયાર થાય છે તો શાસનને-સંઘને ઘણો જ ઉપયોગી નીવડે, પણ તેવા કેટલા ? બહુ જ અલ્પ.
અધ્યયન કરતાં કરતાં બાળકને પણ મનોરથો થતા જ હોય છે કે ક્યારે હું કમાતો થઈ જાઉં. જેથી અધ્યયન અધૂરું મૂકે છે. અગર તો માત્ર તેને પોતાના કોઈ પણ ધંધામાં જોડાવા માટે સાનુકૂળ રૂપ બને તે રીતે ઉપયોગ કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિ તેમાં ભાગ્યે જ આવતી હોય છે. છતાં તે જ્ઞાન ગમે તેવા કપરા સંજોગોમાં ઉપયોગી થાય છે. એટલું જ નહીં સમાધિ મેળવવામાં ઉપકારક બને છે. આમ લેવાતું અને અપાતું ધાર્મિક શિક્ષણ તેના સાંસારિક-વ્યાવહારિક વ્યવહારોમાં ધર્મ કરવા પૂરતું જ હોય તો બરાબર, નહીં તો તેમાંથી જીવન ચલાવવાની દૃષ્ટિએ સમાજમાં તે નીચલા સ્તરનું અંકાય છે. અને તેને કારણે જ કોઈ કરોડપતિ, પંડિત, વિદ્વાન કે શિક્ષક થયેલાનો છોકરો ધાર્મિક શિક્ષણ લેવા માટે સંસ્થામાં દાખલ થયેલો જોવા નહીં મળે. અને એ જ્ઞાન મેળવેલા શિક્ષકોનું સ્તર નીચું તો આપણે સમાજમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. કેમ કે ધાર્મિક શિક્ષક ગામમાં જેટલાં ઘર હોય તેટલાઓનો બોલવામાં, અમારા ગુરુ, પણ તેની પાસે કામ કરાવવામાં કે તેનું કામ કરવામાં તેમના સેલ્સમેન કરતાંય નીચલી કક્ષાનો કેમકે સેલ્સમેન કમાણી કરી આપે. ધાર્મિક શિક્ષક જ્યારે પણ મળે ત્યારે ખર્ચો જ બતાવે. આધ્યાત્મિક દૃષ્ટિ ન મળી હોય તે ભલે દેખીતી રીતે કે આચાર સંહિતાએ ધાર્મિક દેખાતો હોય પણ વાસ્તવિક રીતે તો તે સંસારરસિક જ હોય છે અને એટલા જ માટે તેને ધાર્મિક શિક્ષક કે શિક્ષણની કિંમત ઓછી
જ જણાય.
Jain Education International
સૌજન્ય : શ્રી સોહનલાલ ગૌતમ મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ, કલકત્તા
For Private & Personal Use Only
૧૬૩
www.jainelibrary.org