________________
રૂપિયા ખર્ચનારા-જૈન સમાજે પાઠશાળાઓની અનિવાર્યતા સમજી શિક્ષણ-શિક્ષકો પ્રત્યે ઘણું ધ્યાન આપવાની જરૂર છે.
જમાનાવાદના વમળમાં પાઠશાળાઓએ કદી પણ ફસાવું ન જોઈએ. સુધારકોના લાખો પ્રયાસો છતાં મારી માતૃસંસ્થા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા સો વરસથી જેમ અવિરત શાસ્ત્રીય શિક્ષણ પદ્ધતિથી જ્ઞાનાભ્યાસ કરાવી રહી છે, તેમ દરેક પાઠશાળાઓએ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિનું આંશિક પણ અનુકરણ ન કરવું જોઈએ. જરૂર પૂરતું વ્યાવહારિક જ્ઞાન જરૂરી છે. આ તો ધાર્મિક જ્ઞાન સાથે સ્કૂલના વર્ગો ચલાવાય, જાણે અમૃત સાથે મદિરા પણ પીવડાવાય તેવું દુઃખદ છે. મારા ગુરુ પ્રભુદાસભાઈ પાસેથી જાણ્યું છે તથા મારા અઠ્ઠાવન વર્ષના અધ્યાપન કાળ દરમ્યાન મેં એક વાત સ્પષ્ટપણે નોંધી છે, અને અપનાવી છે. આપણાં શાસ્ત્રો પ્રાકૃત તથા સંસ્કૃત ભાષાનાં છે, તેથી વિદ્યાર્થીને સંસ્કૃત તથા પ્રાકૃતની સમજ આપવામાં આવે તો પછી તેને સૂત્ર-અર્થ-ભાવાર્થ-પદાર્થ જ્ઞાન ઘણું જ બુદ્ધિગમ્ય તથા સહજ રીતે સમજાય છે. તેથી જ્ઞાનશક્તિ, ક્ષયોપશમ તથા બુદ્ધિપ્રતિભા ખીલે છે. અને ભણવામાં રસ ઉત્પન્ન થાય છે. પછી તેને વ્યવહાર-કુશળ બનાવવાની મહેનત પણ રહેતી નથી. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જેને જ્ઞાન નથી તે સૂત્રોનાં રહસ્યો અને વિસ્તારથી સમજ ક્યાંથી આપી શકશે ? તેથી અર્થનો અનર્થ પણ થવાનો સંભવ છે. તેમાં બે મત નથી.
અંતમાં સર્વહિતકર-દિવ્યજ્ઞાન, સમ્યક્રુતજ્ઞાનના અધ્યયન અધ્યાપન દ્વારા અજ્ઞાનના તિમિર-ક્ષીણ થવાપૂર્વક સૌ કોઈ પરમપદના ભોક્તા બનીએ અને મોક્ષમાર્ગની પ્રરૂપક પાઠશાળાઓના ઉત્તમજ્ઞાન-દાન-માર્ગને ટકાવતા રહીએ એ જ.
૧૬૮
સૌજન્ય : શ્રી કાન્તિલાલ રતનચંદ વખારિયા, વિસનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org