________________
સમકિત પામે જીવના, ભવ ગણતીએ ગણાય ! જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય ! (૫. શ્રી વીરવિજયજી કૃત સત્તાવીસભવસ્તવન) સમ્યક્ત્વની સ્પર્શના ન થાય ત્યાં સુધી સંસારના ભવોની ગણતરી થતી નથી. दंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ, दंसणरहिआ न सिझंति ॥
સમ્યદર્શનથી પતિત સંયમીનો મોક્ષ નથી, દ્રવ્યચારિત્ર વિનાનો સમ્યગ્દષ્ટિ સિદ્ધ થાય છે. સમ્યગ્ગદર્શન વિનાનો સંયમી સંસારમાં રખડે છે, દુર્ગતિમાં જાય છે, નિગોદમાં પણ જાય છે.
ઉપાધ્યાયજીના હુલામણા નામથી જિનશાસન-ગગનમાં સુપ્રસિદ્ધ, વિશિષ્ટ જ્ઞાનપ્રતિભાથી શ્રી લઘુહરિભદ્રસૂરિના બિરુદને પામેલા અને શતાબ્દી પૂર્ણ કરનારી પાઠશાળા સાથે જેમનું નામ અંકિત છે તે પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કાશી, આગ્રામાં સાતેક વર્ષ અધ્યયન-અધ્યાપનમાં રહી ગુજરાતમાં આવ્યા બાદ પ્રતિક્રમણના એક પ્રસંગે (સમકિતના ગુણ-૬૭ હોવાથી) સમકિત સડસઠ બોલની સજઝાયની અદ્ભુત રચનામાં માર્મિક વાત કરતાં સમ્યગુદૃષ્ટિ આત્માની ઓળખ આપી છે.
પૂજયપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત યોગશતકમાં સમ્યફદૃષ્ટિ જીવની ભૂમિકા સમજાવતાં નીચેની વાત જણાવી છે.
(૧) સમ્યગુદૃષ્ટિને સંસાર ગમે નહીં. (૨) સમ્યગુષ્ટિ સંસારમાં રહેવું પડે માટે રહે. (૩) સમ્યગુદૃષ્ટિ સાંસારિક પ્રસંગોમાં હાજરી આપવી પડે તો જ આપે.
(૪) સમ્યદૃષ્ટિ સર્વવિરતિની સદા ઝંખના રાખી દેશવિરતિ-શ્રાવકજીવનના આચારમાં રહેવાનો વધુ પુરુષાર્થ કરે.
(૫) સમ્યગૃષ્ટિ અનુકૂળ સંયોગ મળતાં બાહ્ય સંસારનો ત્યાગ કરી રાગ-દ્વેષ રૂપ આંતરિક સંસારના ત્યાગના ધ્યેય સાતે વીતરાગ કથિત સર્વવિરતિમય સાધુજીવનનો સ્વીકાર કરે. સમ્યગુદર્શન સહિત જ્ઞાન-ચારિત્ર મોક્ષસાધક :
સર્વોત્તમ મનુષ્યભવ સુધી પહોંચેલા પુણ્યાત્માઓ જિનવચનમાં દઢ શ્રદ્ધાળુ થવા સાથે જ્ઞાન અને ક્રિયાયોગમાં આગળ વધી આત્મકલ્યાણ સાથે સર્વજીવોનું કલ્યાણ કરનારા થાય આ ભાવનાથી પૂજયપાદ મુનિપ્રવર શ્રી દાનવિજયજી મ.સાહેબ અને પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રવિસાગરજી મ.સાહેબની પ્રેરણાથી વિ. સં. ૧૯૫૪ (૧૦૦ વર્ષ પૂર્વ) માં શ્રેષ્ઠિવર્ય ધર્મવીર શ્રી વેણીચંદ સુરચંદભાઈએ સ્થાપેલી શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાએ અનેક પૂજયમુનિભગવતોની તથા વિદ્વાનોની શ્રી સંઘને ભેટ આપી છે.
આ પાઠશાળા આગામી વર્ષોમાં સમ્યગૂ જ્ઞાનના ક્ષેત્રમાં ઉત્તરોત્તર અદ્વિતીય કામ કરવા સાથે રત્નત્રયીના આરાધકો, સાધકો તૈયાર કરે એ જ મંગલકામના. સૌજન્ય : શ્રી સુંદરલાલ ઉત્તમચંદ શાહ, દમણ
(૧૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org