________________
૨. શ્રુતાભ્યાસ રૂપ શ્રુત સામાયિક
૩. ૨ ઘડીની સાવઘ નિવૃત્તિ રૂપ દેશવિરતિ સામાયિક
૪. તે જ સામાયિક-સર્વથા યાવજ્જીવ માટે તે સર્વવિરતિ સામાયિક,
આવા સામાયિકની આરાધના કરવા માટે લક્ષણાદિ જાણવા જરૂરી છે. સામાયિકનું પરમ લક્ષણ ૧. સમતા છે અને તે ૨. શુભ ભાવના, ૩. ઇન્દ્રિયોનો સંયમ અને ૪. આર્ત્ત - રૌદ્રધ્યાનના ત્યાગ રૂપ લક્ષણની પ્રાપ્તિથી મળે છે.
વળી, શરીરશુદ્ધિ વસ્ત્રશુદ્ધિ અને ઉપકરણશુદ્ધિ જાળવવી જોઈએ, અને ૪ દોષ ટાળવા જરૂરી છે - તે આ પ્રમાણે——
૧. શૂન્ય દોષ - સામાયિક વિષે જાણકારી નહીં હોવી.
૨. અવિધિ દોષ - વિધિ ન જાળવવી.
૩. ન્યૂનાધિક દોષ - ઓછી/વધારે વાર સામાયિકમાં બેસવું. ૪. દગ્ધ દોષ - આર્ત્ત-રૌદ્રધ્યાનથી બળી ગયેલ આત્મગુણ.
ઉત્તમ લક્ષણ યુક્ત સામાયિકનું ફળ આ પ્રમાણે છે———
શાંતિ, સમાધિ અને આનંદ તે તેનું પ્રત્યક્ષ ફળ છે. અને આત્મશક્તિ(વીર્યોલ્લાસ રૂપ ઉત્સાહ)ની પ્રાપ્તિ રૂપ છે. સાવદ્ય યોગ દુઃખ આપનાર છે, અને તેનો અભાવ તે સુખ આપનાર છે. સામાયિકથી સાધિક ૯૨૫,૯૨૫,૯૨૫ પલ્યોપમનું વૈમાનિક દેવનું આયુ બંધાય છે. અને સર્વ કર્મની સ્થિતિ અંતઃ કોડાકોડી થાય છે. આ બધું સામાયિકનું આનુષંગિક ફળ છે; પરમ ફળ તો કર્મમુક્તિ, દોષમુક્તિ તથા સંપૂર્ણ ગુણયુક્તિ છે.
સામાયિક સર્વોપરી છે, ત્યારે સામાયિકના શ્રેષ્ઠ સાધકો કોણ છે ? એ ભાવ આપણા મનમાં જાગે છે. અને ત્યાં ચોવીસે તીર્થંકર ભગવાન આપણી સમક્ષ આવે છે. એથી, ચવિસત્થો આવશ્યક સામાયિક આવશ્યકના ઉચ્ચ આદર્શરૂપ છે. વંદન આવશ્યક સામાયિક આવશ્યકના ઉપાય રૂપ છે; પ્રતિક્રમણ આવશ્યક સામાયિક આવશ્યકની શુદ્ધિ કરે છે; કાઉસગ્ગ આવશ્યક સામાયિક આવશ્યકમાં દૃઢ કરે છે; અને પચ્ચક્ખાણ આવશ્યક સામાયિક આવશ્યકને સુરક્ષિત બનાવે છે.
૧૫૨
સામાયિક સહ કરવામાં આવતી આરાધના શીઘ્ર સફળતાને વરે છે. સામાયિક સહ નમસ્કાર મહામંત્રનો જપ જો ક૨વામાં આવે તો તે સુંદર રીતે થાય છે. સામાયિક સાથે કરવામાં આવતો જ્ઞાનાભ્યાસ શીઘ્ર ચઢે છે. સામાયિક સાથે કરવામાં આવતા ધ્યાનમાં સુંદર લીનતા થાય છે. સામાયિક સાથે કરવામાં આવતી દેવવંદનાદિ ક્રિયા શાંતિ અને સ્થિરતા પૂર્વક થાય છે.
અતઃ સામાયિક આવશ્યક સર્વ આવશ્યકોની પુષ્ટિ કરનાર હોવાથી, સર્વ આવશ્યકોની ભૂમિકા રૂપ હોવાથી, અને સર્વ આવશ્યકોના લક્ષ્ય રૂપ હોવાથી સામાયિક આવશ્યકોમાં અગ્રિમ છે.
Jain-Education International
સૌજન્ય : શ્રી પૂરણમલ ચંદુલાલ કોઠારી, પાલનપુર
For Private & Personal Use Only
www.jainelibrary.org