________________
પરમાત્મા દશાને પામે છે. આવા પરમબ્રહ્મ વંદનીય છે, તે જ સાચા ગુરુ છે. અધ્યાત્મ માર્ગે ગુરુની પરમાવશ્યકતા હોય છે. પણ ગુરુ કોને બનાવવા ? સાચા ગુરુ કોણ? તેનો ઉત્તર આપવા ઉપાધ્યાયજી મ. સા. જણાવે છે કે આચારાંગ સૂત્રમાં દર્શાવેલ આચાર પ્રમાણે જીવન જીવનાર જ સાચા ગુરુ છે. તેમની નિર્દભ સેવા પણ અજ્ઞાન રૂપી ઝેરનો નાશ કરે છે. માટે આવા જ ગુરુ સેવ્ય છે. આત્મશુદ્ધિના ઉપાયો :
પરમાત્મ-તત્ત્વ સુધી પહોંચવા આત્મશુદ્ધિ આવશ્યક છે તે માટે ઉપાધ્યાયજીએ ખૂબ જ સુંદર ઉપદેશ આપ્યો છે. કેટલાક સચોટ ઉપાયો જણાવ્યા છે. જીવનના અનુભવમાંથી પ્રગટેલા આ ઉપાયો કોઈ પણ સાધક માટે અનુસરણીય છે. સર્વ પ્રથમ જણાવે છે કે, પંચાંગી આગમ ગ્રંથો અને સ્યાદ્વાદ શ્રત પરમઆલંબન છે. પ્રવચન ભક્તિ અર્થાત વિધિ અનુસાર આચરણ, વિધિનું કથન અને અવિધિનો નિષેધ, અધ્યાત્મ ભાવનાથી ઉજ્જવળ ચિત્તની વૃત્તિ, પૂર્ણક્રિયાનો અભિલાષ આત્મશુદ્ધિ કરનાર છે. શક્ય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ શુભ ભાવના નિર્માતા છે. માટે સદાય તે જ આચરણ કરવું. આથી વિપરીત આચરણ કરનારનું અહિત થાય છે.
હિતશિક્ષા :- અનુભવ અધિકારમાં જીવોને હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે સાધકે નીચે જણાવેલ વાતો ધ્યાનમાં રાખવી.
(૧) આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. (૨) લોકસંજ્ઞાનો ત્યાગ કરવો. (૩) શ્રદ્ધા અને વિવેકપૂર્વક યત્ન કરવો. (૪) જગતમાં કોઈને પણ નિંદ્ય ન ગણવા. (૫) પાપી આત્માની ભવસ્થિતિની ચિંતા કરવી. (૬) ગુણવાનની પૂજા કરવી. (૭) ગુણાંશ ધરાવનાર પ્રત્યે પણ રાગ રાખવો. (૮) બાળક પાસેથી હિતકારી વચન ગ્રહણ કરવું. (૯) દુર્જનના પ્રલાપ સાંભળી દ્વેષ ન કરવો. (૧૦) પાશ જેવી પરાશા છોડી દેવી. (૧૧) કોઈ સ્તુતિ કરે તો વિસ્મય ન પામવો અને નિંદા કરે તો શ્વેષ ન રાખવો. (૧૨) ધર્માચાર્યોની સેવા કરવી. (૧૩) તત્ત્વજિજ્ઞાસા રાખવી.
સૌજન્ય : શ્રી અમૃતલાલ પરસોત્તમદાસ શાહ, કરણનગર
[૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org