________________
જિનભક્તિ અને તેની શક્તિ
વસંતલાલ નરોત્તમદાસ શાહ (ભાભરવાળા)
માતા જેમ અનેક કષ્ટો વેઠીને પણ બાળકને સુખી કરવા પ્રયત્ન કરે છે, તેમ ઘોર પરિષદો અને ઉપસર્ગોને વેઠી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી શ્રી જિનેશ્વરદેવ જગતના જીવોને સદા સુખી કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
શ્રી જિનેશ્વરદેવે આપણા ઉપર અખૂટ વાત્સલ્ય અને અમાપ કરુણા વરસાવી. મોક્ષસાધક સંસ્કૃતિ અને સામગ્રી આપી, પવિત્રતા અને પાત્રતા આપી, પુણ્ય-ત્યાગ-વૈરાગ્ય-સમ્યફદષ્ટિપણું આપ્યું, અગર જીવનમાં જે કંઈ દેખાય છે તે સઘળું તેણે જ આપ્યું, જગતમાં જે બીજું કોઈ ન આપી શકે તેવું અનોખું અને અદ્દભુત આ પરમાત્માએ જ આપ્યું છે. તેના ઉપકારનો બદલો વાળવાનો એક માત્ર માર્ગ છે તેમની હૃદયગત ભક્તિ.
પૂર્વની સંસ્કૃતિ જયાં રહેલી છે તેવા આર્યદેશના પ્રત્યેક ધર્મોમાં ભક્તિનો મહિમા દેખાય છે, પણ જિનભક્તિનો મહિમા તો આગમન પાને, ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકાયો છે, ભક્તિ એ એક એવો રસ છે કે જેનો સ્વાદ લીધા પછી તેનો રંગ લાગ્યા વગર રહે જ નહી.
જેમ રસોઈમાં બધા જ રસો હોય પણ એકમાત્ર સબરસ (મીઠું) ન હોય તો ભોજન નીરસ લાગે છે, તેમ જીવનના બધા રસોમાં પરમાત્મભક્તિનો રસ ન હોય તો જીવન નીરસ રહે છે, પ્રભુભક્તિના રસની મધુરતા જીવનને રસમય બનાવે છે, જીવનમાંથી નીરસતાને દૂર કરે છે.
અનાદિકાળથી જીવ સંસારમાં દુઃખો-વિટંબણાઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચે અથડાતો અને કુટાતો આવ્યો છે, તેનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે, આ રાગ અને દ્વેષ માનસિક ભાવો છે, પણ અણુબોંબ સરખા આ રાગદ્વેષના ભાવો આત્માની આંતરિક ઇમારતને પાયામાંથી ધણધણાવી નાખે છે. એની સુખ-શાંતિને હણી નાખે છે.
એ રાગની નાગચૂડમાંથી છૂટી પરમસુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરવાના અનેક યોગો છે. પણ જિનભક્તિ યોગનું સ્થાન મોખરે છે.
અરિહંત પરમાત્માની અચિત્યશક્તિની શી વાત કરવી ? જેમ ગુંબજ બોલતું નથી પણ આપણા બોલાયેલા શબ્દોનો જ તેમાં પડઘો પડે છે, તેમ પરમાત્મા અપેક્ષાએ કશું આપતા નથી, છતાં આપણી એમના પરત્વેની ભક્તિથી જ ઇચ્છિત બધુંયે મળે છે, જિનભક્તિથી જે નહી થાય
૧૪૮)
સૌજન્ય : શ્રી હીરાલાલ ગંભીરમલ વખારિયા, રાધનપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org