________________
શકે છે પરંતુ પરબ્રહ્મને તો સ્વાનુભવ દ્વારા જ જાણી શકાય. આમ આ અષ્ટકમાં આત્માનુભવ કરવા માટે અનુભવની મહત્તા દર્શાવી છે. કેવળ કોરા શાસ્ત્રજ્ઞાનથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી તેમ જ શાસ્ત્રજ્ઞાન તો દિશા જ ચીંધી શકે, સાચો આસ્વાદ તો અનુભવ દ્વારા જ માણી શકાય. આવો અનુભવ કેવી રીતે મેળવી શકાય ? આવા અનુભવની શી પ્રક્રિયા છે? તેનો સરળ માર્ગ કયો ? તેમાં વચ્ચે ક્યા કયા અવરોધો આવી શકે ? સાધકતા અને બાધકતા કઈ ? તેની સુંદર છણાવટ અધ્યાત્મસાર ગ્રંથમાં અનુભવ અધિકારમાં જણાવી છે.
અધ્યાત્મનો માર્ગ એટલે અહંને ઓગાળી નાંખવાનો, સ્વને નામશેષ કરી શાશ્વતમાં સમાઈ જવાનો માર્ગ છે. આવા માર્ગે ચાલવા માટે હિંમત અને શૌર્ય જોઈએ. બધા જ મનુષ્યોમાં શૌર્ય સંભવે નહીં. આથી કેટલાય કાયર મનુષ્યો પ્રશ્નો કરતા હોય છે કે કશું જ કર્યા વગર માત્ર શૂન્ય-મનસ્ક બેસી રહેવાનો શો અર્થ ? આવા બીજા અનેક પ્રશ્નો ઉદ્દભવે. તેનો જવાબ ઉપાધ્યાયજીએ અનુભવ દ્વારા આપ્યો છે કે બધી જ વસ્તુઓથી અલિપ્ત થયા પછી, નિજાનંદની મસ્તીમાં મસ્ત બનેલા આત્માને જે અનુભૂતિ થાય છે તે આ જગતમાં થતી અન્ય કોઈ પણ આહૂલાદક અનુભૂતિ જેવી કે પ્રિયતમાના આશ્લેષથી, ચંદનના લેપથી, સમૃદ્ધિના ભોગથી કે વિલાસી અવસ્થાથી પણ અનેક ગણી ચડિયાતી છે. તેની તુલના આ જગતના કોઈ પદાર્થ સાથે થઈ શકે તેમ નથી. મુગ્ધજનોને આવી અનુભૂતિ ક્યાં થઈ હોય? માટે જ તેઓ આશંકા કરે છે.
પર-પદાર્થથી થતી રસાનુભૂતિ તો ક્ષણિક અને ભ્રામક હોય છે. તેનાથી પર થવા માટે મનને સમજવું આવશ્યક છે. મનની વૃત્તિઓને સમજી શકીએ તો તેના ઉપર વિજય પણ મેળવી શકાય, તેથી જ તેના ભેદ-પ્રભેદ પણ જાણવા જોઈએ. પતંજલિએ યોગસૂત્રના બીજા સૂત્રની રચના કરતાં જણાવ્યું છે કે યોગ એ છે કે જેના દ્વારા ચિત્તની વૃત્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. ભાષ્યમાં ચિત્તની વિભિન્ન વૃત્તિઓ વર્ણવી છે. ઉપાધ્યાયજી મ. સાહેબે પણ તે જ ચિત્તવૃત્તિઓની વાત અહીં દર્શાવી છે. ચિત્ત પાંચ પ્રકારનાં છે.
(૧) ક્ષિપ્ત :- વિષય અને રાગાદિમાં મગ્ન (૨) મૂઢ :- ઉભયલોક સંબંધી વિવેક રહિત (૩) વિક્ષિપ્ત :- આસક્ત અને અનાસક્ત અવસ્થા (૪) એકાગ્ર :- સમાધિમાં સ્થિર (૫) નિરુદ્ધ :- બહારના વિષયોનો ત્યાગ કરી આત્મા વિશે જ રક્ત (આસક્ત)
ઉપર જણાવેલી પાંચ અવસ્થામાંથી પહેલી ત્રણ અવસ્થા સમાધિ માટે ઉપયોગી નથી. તે અવસ્થામાં વાસ્તવિક સુખની અનુભૂતિ થતી નથી. વાસ્તવિક સુખાનુભવ છેલ્લી બે અવસ્થામાં થાય છે. પહેલી બે અવસ્થા તો ધ્યાન માટે સર્વથા વર્ષ છે. ત્રીજી અવસ્થામાં મન સ્વ અને પરમાં ગમનાગમન કરે છે. યોગમાર્ગમાં આ અવસ્થાને યાતાયાત અવસ્થા તરીકે પણ વર્ણવી છે. આ સમયે મનની સ્થિતિ બાળક જેવી હોય છે. જેમ બાળકને સમજાવવાથી શાંત થાય છે તેવી જ રીતે અહીં પણ મનને આલંબન મળતાં ધીરે ધીરે શાંત થતું જાય છે. ચંચળતા હટતી જાય છે.
સૌજન્યઃ શ્રી નિર્મળાબેન ધીરજલાલ શાહ, પાર્લા મુંબઈ
(૧૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org