________________
અધ્યાત્મસાર-જ્ઞાનસાર આધારિત પરમયોગી ઉપાધ્યાય યશોવિજયજીની અનુભવ વાણી
જિતેન્દ્ર બી. શાહ
ઉપાધ્યાય પદને સાર્થક કરનાર અને ઉપાધ્યાય પદના પર્યાય સ્વરૂપ યશોવિજયજીના નામથી જૈન સમાજ સુપરિચિત છે. ૧૮મી સદીના અંતે થઈ ગયેલ આ મહાપુરુષની પ્રજ્ઞા અજબ ગજબની હતી. જે વિષય ઉપર લખવા બેસતા તે વિષય સુપરિચિત હોય તેમ અમ્મલિત ધારાપ્રવાહથી લખે જ જતા. તેમણે કોઈ વિષય છોડ્યો નથી, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, અલંકાર, દર્શન, સિદ્ધાન્ત વિષયક અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં સામાન્યજનને ઉપયોગી એવા સરળ ને સુબોધ ગ્રંથોનું સર્જન કર્યું, સાથે સાથે વિદ્ધભોગ્ય કઠિન ગ્રંથો પણ રચ્યા છે. સદીઓ પછી જૈન શાસનમાં આ. હરિભદ્ર કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની યાદને તાજી કરાવી. આથી જ તેમના માટે લઘુ હરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્ર, કૂર્ચાલ સરસ્વતી, મહાન્ તાર્કિક, વાચકવર્ય જેવાં ઉપનામાં પ્રયોજાયાં છે. તેમના જીવન વિશે ઘણું ઘણું લખાયું છે અને લખાઈ રહ્યું છે. તેથી અહીં તે વિશે વધુ ન લખતાં જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથમાં આવતા અધ્યાત્મ અનુભવ વિશે કાંઈક વિચારીએ.
ઉપાધ્યાયજી મહારાજે રચેલ સાહિત્યમાં ભાગ્યે જ કોઈ વિષય અછૂતો રહ્યો છે. દર્શન શાસ્ત્રના જટિલ ગ્રંથોમાં તર્કની જાળ ગૂંથનાર મહોપાધ્યાયજીની કલમ અધ્યાત્મને માર્ગે વળે છે ત્યારે પદે પદે મહાયોગીની અનુભવવાણીની અનુભૂતિ થાય છે. સાહિત્ય, અલંકાર, છંદ, તર્ક આગમ, આચાર, ઉપદેશ અને ન્યાય વિષયક તમામ સાહિત્યમાં શિરમોર ગણાય તેવા બે મહાનું ગ્રંથો એટલે જ્ઞાનસાર અને અધ્યાત્મસાર. એક ગ્રંથમાં સમગ્ર જ્ઞાનનો સાર અને બીજામાં અધ્યાત્મનો સાર આવ્યો છે. આ ગ્રંથો ઋતસાગરના મંથનથી પ્રાપ્ત થયેલ અમૃત સમાન તથા શ્રત અને સાધના રૂપી દધિના મંથનમાંથી નીપજેલ નવનીત સમાન છે. આથી જ જ્ઞાનસારને વિદ્વાનોએ જૈનગીતાની ઉપમા આપી છે. જ્ઞાનસાર ઉપર ઘણું ઘણું સાહિત્ય સર્જાયું છે. તેની અપેક્ષાએ અધ્યાત્મસાર ગ્રંથ ઉપર સાહિત્ય નિર્માણ ઓછું થયું છે. તેનું એક કારણ એ હોઈ શકે છે કે આ ગ્રંથ સાવ સરળ નથી, વિષય તત્ત્વજ્ઞાન સભર હોવાથી સમજવામાં જટિલ પણ ખરો. પરંતુ તેથી તેની મહત્તામાં ક્યાંય ન્યૂનતા આવતી નથી. વિદ્વાનોએ જ્ઞાનસારને જૈનગીતા કહી હોય તો એમ કહી શકાય કે અધ્યાત્મસાર એ જૈનોની અષ્ટાવક્ર ગીતા છે. જેમ અષ્ટાવક્ર ગીતામાં પ્રબુદ્ધ શિષ્ય (જનક મહારાજા) અને પ્રબુદ્ધ ગુરુ(અષ્ટાવક્ર)નો સંવાદ છે તેવી જ રીતે અહીં
સૌજન્ય : શ્રી રમણિકલાલ હરખચંદ દોશી, કાંદીવલી મુંબઈ
(૧૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org