________________
સમકિતના સડસઠ બોલની સઝાય : એક અવલોકન
રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા)
ન્યાયવિશારદ પૂ. ઉપા. મ. સા.ની “સમકિત સડસઠ બોલની સઝાય' એ ગુજરાતી કાવ્યબદ્ધ રચના છે.
સામાન્યતયા મહાવિદ્વાનોની અને તેમાંય ન્યાયના પ્રકાણ્ડ પંડિતોની ભાષા સર્વ જનને સુગમ હોતી નથી-છતાંય આ સઝાયના ભાવાર્થને વિચારીએ ત્યારે એમ લાગે છે કે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ આ હકીકતને ખોટી ઠેરવી છે. અને બહુ જ સરળ ભાષામાં સમ્યગ્દર્શનને લગતો સર્વ ચિતાર આ નાનકડી રચનામાં વ્યક્ત કર્યો છે.
આ કાવ્ય રચનાની ઉત્પત્તિ બાબતમાં એમ સંભળાય છે કે જ્યારે પૂ. ઉપા. મ. સા. કાશી-આગ્રાથી ન્યાય-વિશારદ બની ગુજરાતમાં પધાર્યા ત્યારે પ્રતિક્રમણ સમયે પૂ.શ્રીને સઝાય બોલવા વિનંતિ કરી ત્યારે તેઓશ્રી મૌન રહ્યા. જેથી એક શ્રાવકે ટકોર કરી કે કાશીમાં આટલાં વર્ષ રહી શું કર્યું? ઘાસ કાપ્યું? જેના અનુસંધાનમાં પૂજ્યશ્રીએ બીજા દિવસે આ સમ્યગ્દર્શનના સ્વરૂપને સહજ રીતે સ્પર્શના કરતી આ કાવ્યરચના પ્રતિક્રમણમાં જ સઝાય રૂપે રજૂ કરી.
આ સઝાયમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તેનું વિશદ વર્ણન આલેખાયેલ છે.
અનાદિકાલથી સંસારમાં રખડતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવનાર આ સમ્યગ્દર્શન નામનો ગુણ છે.
સમ્યગ્દર્શન કહો કે સમકિત કહો, તત્ત્વ પ્રધાન કહો કે યથાર્થ બોધ કહો. પણ જ્યાં સુધી મિથ્યા બોધ દૂર ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. પૂ. ઉપા. મ. સા. કહે છે કે
દર્શન-મોહ વિનાશથી. જે નિર્મળ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહનાં એ અહિઠાણ ૪.
દર્શન મોહનીય એટલે કે સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ ત્રણેનો (અને અનંતાનુબંધિ-ચાર સહિત સાતનો) વિનાશ કરવા દ્વારા જે મિથ્યાત્વાદિ મળ રહિત) નિર્મળ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તે નિશ્ચય સમકિત કહેવાય છે. અને તે સમ્યત્ત્વગુણને રહેવાનાં સ્થાનો આ છે.
શ્રી જિનેશ્વર પ્રભુએ પ્રરૂપિત પદાર્થોની શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. અને
૧૩૬]
સૌજન્ય : શ્રી મંગળદાસ કસ્તુરચંદ શાહ, ધીણોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org