________________
સમાજની પરિસ્થિતિ કેવી હોત તેની કલ્પના સરખી પણ ન આવી શકે ! તેઓશ્રીએ જૈન સમાજને વિદ્વત્તાસભર અને ઉન્નત રાખવામાં મહાન્ ભોગ આપ્યો છે, તેમ જ ગ્રંથરત્નોરૂપી મોટો વારસો આપ્યો છે.
ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને યોગના વિષયમાં સેંકડો યોગ્ય ગ્રંથોની રચના કરી છે, એટલું જ નહીં, પણ પદો, સજ્ઝાયો, સ્તવનો, રાસાઓ વગેરે બાલોપભોગ્ય ગુજરાતી સાહિત્યની અદ્વિતીય રચના કરવી પણ તેઓ ચૂક્યા નથી.
શ્વેતાંબ૨, દિગંબર કે, સ્થાનકવાસી ત્રણેય ફિચકારૂપ જૈન દર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે, આદિ કે અંતરૂપ અદ્યાપિ પર્યંત તેઓ જ થયા છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનોની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના થઈ શકે તેવા મહાવિદ્વાન્ જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી, જેથી તેમને દ્વિતીય હેમચંદ્ર કહેવામાં અતિશયોક્તિને જરાય સ્થાન નથી.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાથે યશોવિજયજી મહારાજનું અનેક રીતે સામ્ય જોવા મળે છે જેમ કે...
બન્ને બાળ દીક્ષિત, બન્નેની માતાઓએ પોતાના પુત્રોને રાજીખુશીથી ધર્મ-શાસનના ચરણે સોંપી દીધા હતા. બન્ને સરસ્વતીનાં કૃપાપાત્રો હતા. બન્ને જૈન-જૈનેતર શાસ્ત્રો-સિદ્ધાંતોના પારંગત હતા. બન્નેએ સાહિત્યનાં સઘળાંયે અંગો વિકસાવ્યાં હતાં,. બન્ને ઉચ્ચ કોટિના વિદ્વાન્ હતા. બન્ને નૂતન ગ્રંથોના સર્જક હતા. બન્ને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પરમ ઉપાસક હતા. બન્ને જૈન શાસનના ધરમ વફાદાર સેવક હતા. બન્નેની વિદ્વત્તા જૈનેતર વિદ્વાનોને સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી હતી, અને આજે પણ છે. આમ એમના જીવનનો વ્યાપક ખ્યાલ કરનારને ઘણી ઘણી સમાનતાઓ મળી આવશે.
ફક્ત એકના સાહિત્યસર્જન પાછળ રાજપ્રેરણા પ્રધાન હતી, જ્યારે બીજાની પાછળ અંતઃપ્રેરણા મુખ્ય હતી. એક સાહિત્યક્ષેત્રે અષ્ટાધ્યાયી પદ્ધતિએ મહાવ્યાકરણ રચી અમર બન્યા, તો બીજા ‘નવ્ય-ન્યાય' ને પોતાના વિચારોની નૌકા બનાવીને અમર બન્યા. આ બાબતો પણ બન્ને વચ્ચેનું સામ્ય-સમાનતા જણાવે છે.
યોગવિષયમાં પ્રથમ વિવેચનકાર વિરાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રીમાન્ હરિભદ્રસૂરિ થયા છે. તેમનાં વચનોના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથોની ટીકા તેમ જ સ્વતંત્ર પ્રકરણો રચનાર આપણા નાયક ઉપાધ્યાયજી મહારાજા છે, જેથી તેમનું લઘુરિભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે.
વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે એક અજેય પંડિત-શિરોમણિ કાશીના વિદ્વાનો સાથે વાદ માટે આવ્યા. તેમને જીતવામાં કાશીના સર્વ સમર્થ વિદ્વાનોનું સામર્થ્ય સરી પડ્યું ત્યારે ગુર્વાશા મેળવી પૂ. ઉપાધ્યાયજી મહારાજે તે પંડિતની સાથે પણ વાદ કરી જીત
સૌજન્ય : શ્રી ફીનેશ સર્વિસ પ્રા. લિ.
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org