________________
કાયક્લેશરૂપ સાધ્ય ક્રિયા તે અપ્રધાન દ્રવ્યાજ્ઞ.
સબન્ડક આદિ જીવોને અપ્રધાન દ્રવ્યાજ્ઞા કદાગ્રહ નિવર્તન આદિમાં ઉપયોગી હોય છે. તેમ છતાં મોક્ષ પ્રતિ તે ગૌણ (અપ્રધાન) છે. પ્રધાન કારણ બનવા માટે રૂપપરિવર્તન આવશ્યક છે.
દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞાની ઉત્પાદક છે. માટે દ્રવ્યાજ્ઞા બહુમાન જરૂરી છે. ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ સમ્યગ્દષ્ટિથી પ્રારંભ થાય છે.
-ઉપદેશ-૬,૭,૮,૯,૧૨ દુઃખનું મૂલ અશુભાનુબંધ છે. મમ્મણ શેઠે ભાવપૂર્વક સુપાત્ર દાન આપ્યું. પરંતુ પછીથી જ સુકૃતની ગાઠગહ, નિંદા આદિ અશુભાનુબંધના નિમિત્તે પરંપરાએ નરકની મહાભયંકર વેદનામાં ફેંકાઈ ગયો.
અશુભાનુબંધ નાશ માટે જિનાજ્ઞાનુસાર પ્રબલ પુરુષાર્થ ઉપાદેય છે. ઉપદેશ-૧૬
સમ્યગ્દષ્ટિને સાચું સુખ હોય છે. પરંતુ જેનું શરીર વિષવ્યાપ્ત હોય તેને ચંદનનું વિલેપન, કૉલાન વૉટર (Colon water), એ. સી. (Air-condition) જેવી અનુકૂળ સામગ્રીઓ પણ ક્લેશનું કારણ બને છે. મિથ્યાત્વીને પૌગલિક સુખ મળે તો પણ તેની તૃષ્ણા આગળઆગળ વધતી જાય છે. તે પ્રાપ્ત સામગ્રીનો સંયોગ અને પ્રાપ્તની સુરક્ષા આદિની વ્યથાથી સદૈવ આકુલ હોય છે.
સૂર્યના પ્રકાશથી સરોવરના જલની ઉપરી સપાટ(તલ) જ ઉષ્ણ હોય છે. પરંતુ નીચેનું પાણી જ રહે છે. તેમ પુણ્ય સંયોગે મળેલી અનુકૂળ સામગ્રીઓ પણ મિથ્યાત્વી તે મમ્મણ શેઠની ઋદ્ધિની જેમ દુઃખનું કારણ બને છે.
ઉપદેશ-૧૬ જયણા–(અપવાદ) જૈન શાસનનું પ્રાણ છે. દ્રવ્ય, ક્ષેત્ર કાલ, ભાવ આદિને આશ્રયી બહુ દોષ નિવારક આજ્ઞાનુસાર પ્રવૃત્તિ તે જયણા. તેની પરખ શાસ્ત્રાધ્યયનથી સુલભ હોય છે.
આચારપાલનમાં એકાન્ત ત્યાજ્ય છે. જેટલા ઉત્સર્ગ એટલા જ અપવાદ છે. “રોગ નિવારે તે દવા' એ ન્યાયે બને મોક્ષના ઉપાય છે. તથાવિધ પરિસ્થિતિમાં કથ્ય અકથ્ય અને અકથ્ય કથ્ય બની જાય છે.
જયણાના બે પ્રકાર છે. ૧. કલ્પિક-રાગ-દ્વેષ વિના અપવાદિક આચારણ. આમાં જ્ઞાનાદિની આરાધના છે.
૨. દર્ષિકરાગ દ્વેષ સહિત અપવાદ સેવન. આમાં જ્ઞાનાદિની વિરાધના છે. અબ્રહ્મસેવન રાગ આદિથી યુક્ત જ હોય છે.
-ઉપદેશ ૩૩,૩૪,૩૫ દ્રવ્યસ્તવાધિકાર, સ્યાદ્વાદ-પ્રશંસા, ગુરુકુલવાસ, પાપવિરામ (અકરણ-નિયમ), અનિંદ્યપ્રવૃત્તિ, અપુનબંધકાદિનાં લક્ષણોનો વિચાર કરી અંતે
સૌજન્ય : સુભદ્રાબેન સ્વરૂપચંદભાઈ સંઘવી, રાધનપુર
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org