________________
પુરુષો સંઘને મળી રહેશે.
સાત્ત્વિક ધાર્મિક જીવનના ઘડતર માટે ચતુર્વિધ શ્રી સંઘને કલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.ના યોગશાસ્ત્રનું અધ્યયન વિશેષ ઉપકારી છે. સમગ્ર સંઘમાં પાઠ્ય પુસ્તક તરીકે બની શકે તેવી યોગ્યતા છે. શ્રી કુમારપાળ મહારાજા દરરોજ એ ગ્રંથોનો સ્વાધ્યાય કરીને જ દાતણ કરતા હતા.
આ ગ્રંથોનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તો જૈન શૈલી અનુસાર નવાં વિવેચનો, સ્પષ્ટીકરણો અને સંશોધનો ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત
રહેશે.
આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તકો વિદ્યમાન છે, તે આજ સુધી સચવાઈ પણ રહ્યાં. ખરેખર ! એ પણ આપણું મહાન સદ્ભાગ્ય છે.
પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછાં હશે તો પણ આ યુગના આપણા જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય.
વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે, સદ્ભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિ-સંપન્ન તેજસ્વી સુયોગ્ય આત્માઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. આજે અધ્યયન ચાલે પણ છે, શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા તે અંગે આંશિક કાર્ય કરી રહેલ છે. પરંતુ તેમાં વધારે વેગ લાવી તેને ફરીથી વધુ સજીવન કરવાની ખાસ જરૂર છે. ગીતાર્થ પુરુષોની સલાહ અનુસાર તેને યોગ્ય રીતે ચાલુ કરવામાં આવે તો માનવજગતને અત્યંત ઉપકારક નીવડે તેમ છે. શક્તિસંપન્ન આત્માઓ યોગ્ય પ્રયત્ન કરે એ જ અભ્યર્થના.
I૧૩ર)
સૌજન્ય : શ્રી જોઈતાલાલ ટોકરદાસ શાહ, ભાગળ (પાલનપુર)
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org