________________
શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ
શ્રી છબીલદાસ કેશરીચંદભાઈ સંઘવી (ભાભરવાળા)
૫. પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી ગણિવર તથા ન્યાય વિ. ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજી ગણિવર કે જેઓ ઉપાધ્યાયજીના હુલામણા નામથી લોકપ્રસિદ્ધ છે. તે બન્ને મહાપુરુષોની હૈયું ઠાલવતી અતિસુંદર ભાવસભર અલૌકિક અમૃતરસ ઝરતી અતિ આહ્લાદક કૃતિ તે.....શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ
શબ્દે શબ્દ-પદે પદે અને વાક્ય રચનામાં રસવૃદ્ધિ થતાં આ રાસની ઉપસ્થિતિ ઉક્ત બંને મહાપુરુષો વિ. સં. ૧૭૩૮ ની સાલમાં રાંદેર(સૂરત પાસે) નગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યારે ગુર્જર કાવ્યોના ખજાનારૂપ પ. પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી પાસે શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ રચી શ્રીસંઘ ઉપર ઉપકૃતિ ક૨વા માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ તે વિનંતી સહર્ષ વધાવી લઈ રચના કરવાનો પ્રારંભ કર્યો અને પ્રારંભમાં જ.....
“કલ્પવેલી કવિયણતણી’’
એ પંક્તિનું ઉચ્ચારણ થયું અહીં “કલ્પવે” “ર” ગણ વપરાયો છે તે “ર” ગણ અપશુકનિયાળ છે એટલે કે “ર” ગણ પ્રારંભમાં વપરાયેલો હોય તેવી કૃતિ રચનાર પૂરી ન કરી શકે.
આ બાબતનો ખ્યાલ તો આવી જ ગયો, પણ “નિરંકુશાઃ કવયઃ” એ ન્યાયે તેઓશ્રી તેનાથી મૂંઝાયા નહીં, પણ આવી બાબતને તેઓશ્રી અગમચેતી સમજ્યા.
તેઓશ્રીએ તેના ઉપર ચિંતન કરી શ્રીસંઘને ભેગો કર્યો અને જણાવ્યું કે-આ અતિ રસભરપૂર કૃતિને હું પૂરી નહિ કરી શકું. તો પ. પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ આ મારાથી કરતાં કરતાં અધૂરી રહેલી કૃતિને પૂરી કરે તો હું આ કૃતિની રચના ચાલું રાખું તેઓશ્રીને તથા શ્રીસંઘને પૂરો વિશ્વાસ હતો જ કે તેઓશ્રી પૂરી કરશે. અને તેઓશ્રીએ અધૂરી રહે તો પૂરી કરવાનું માથે લીધું અને મહારસાલ ગ્રંથની ૩ ખંડની ત્રીજી ઢાળ સુધીની ૭૫૦ ગાથાની રચના કરી અને ત્યાર પછી ત્રીજા ખંડની ચોથી ઢાળથી ત્રીજો ખંડ સંપૂર્ણ અને ચોથા ખંડની ૧૩ ઢાળ કળશ એમ મળી ૫૫૦ ગાથા તેઓશ્રીએ રચી ગ્રંથ સંપૂર્ણ કર્યો.
Jain Education International
સૌજન્ય : શ્રી બાલચંદ વમળશી શાહ, કાંદીવલી મુંબઈ
For Private & Personal Use Only
૧૩૩
www.jainelibrary.org