________________
છે. પરંતુ તેનું રહસ્ય, મર્મ પામવો અતિદુષ્કર છે.
સુવાસ વિના પુષ્પથી શું...? પૈસા વિના પર્સ(પૉકિટ)થી શું...? શીલ વિના સૌન્દર્યથી શું..? સંસ્કાર વિના શિક્ષાથી શું..?
આ જ પ્રમાણે રહસ્યને(પરમાર્થ)ને પામ્યા વિના ઉપદેશ શ્રવણ-વાંચનાદિ પણ અનર્થકારી બાલિશ ચેષ્ટા બની જાય છે. સહી દિશાને સમજ્યા વિનાની સ્કૂલ, કૉલેજ આદિની શુષ્ક પુસ્તકીય જ્ઞાનના દુષ્પરિણામ આજ જ્યાં ત્યાં સર્વત્ર વ્યાપ્ત છે. ભવ્યાત્માઓ આવાં અનર્થકારી અનિષ્ટોથી દૂર થઈ વીર વિભુના ઉપદેશનો રહસ્ય પામી જાય આવા શુભ હેતુથી આ ગ્રન્થમાં ૪૩ ઉપદેશ(Chapters)માં અનેક વિષયોનાં માર્મિક ગૂઢ રહસ્યોનું દોહન કરવામાં આવ્યું છે.
સર્વપ્રથમ કોણ મહાનું? અહિંસા અથવા જિનાજ્ઞા. કેટલાક નાસમજ લોકો અહિંસાને આગળ કરી જિનપૂજા, તીર્થયાત્રા, સાધર્મિકભક્તિ આદિનો નિષેધ કરે છે.
સર્જન (Surgeon) ડૉક્ટર દર્દીની પ્રન્થિનું ઑપરેશન કરવા ચાકુથી ચીરો મારે છે તે સર્જન ખૂની નથી કહેવાતો કારણ કે તેનું લક્ષ્ય ચિકિત્સાનું હોય છે.
શરાબી ડ્રાઇવર બેપરવાહીથી જેમ તેમ ડ્રાઇવીંગ કરતો સડકના કિનારે ચાલતા મુનિરાજને ટ્રકની ટક્કર મારે છે. મુનિશ્રીના મુખમાંથી “નમો અરિહંતાણં”ના શબ્દ નીકળે છે. મુનિશ્રી ૧૦-૧૫ ફૂટ દૂર રેતીમાં ફેકાઈ જાય છે. તરત જ તેઓ ઊભા થઈ જાય છે. વરસોથી ચાલુ કમરની અસાધ્ય પીડા સારી થઈ જાય છે. છતાં તે ડ્રાઇવર ગુનેગાર હોય છે કારણ કે તેનો ઉદ્દેશ સારો ન હતો.
જિનપૂજા આદિમાં જીવો આરાધકો દ્રવ્યપૂજાના માધ્યમથી અપૂર્વ ભાવોલ્લાસ સંપાદન કરી પરંપરાએ સર્વ જીવોને અભયદાન આપે છે. કપોલકલ્પિત અહિંસાથી જિનાજ્ઞા મહાનું છે.
આ પ્રમાણે જિનાજ્ઞા એ જ સાચી અહિંસા છે.
આગળ સ્વરૂપ, હેતુ અને અનુબંધથી હિંસા-અહિંસા પ્રતિપાદન કરી, જિનાજ્ઞાની મહત્તા સિદ્ધ કરી છે.
સામાયિક, પ્રતિક્રમણાદિ તદ્યોગ્ય ભાવ રહિત ક્રિયા તેના બે ભેદ છે.
૧. પ્રધાન દ્રવ્યાજ્ઞા–તઘોગ્ય ભાવરહિત ભાવસાધક આરાધના. અપુનબંધક, દેશવિરત સર્વવિરત આદિ જીવોને પ્રધાન દ્રવ્યાજ્ઞા હોય છે.
૨. અપ્રધાન દ્રવ્યાજ્ઞા–અભવ્ય, ભારેકર્મી અને ગ્રન્થિભેદ વિનાના જીવોની
|લિ૧૮)
સૌજન્ય : શ્રી જૂના ડીસા શ્રાવિકા બહેનો તરફથી, જૂના ડીસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org