________________
થઈ શકે તેમ છે.
સમ્યજ્ઞાનની નિઝરતી સરિતારૂપ મહેસાણા “શ્રી યશોવિજય જ્ઞાનશાળા-પાઠશાળા' માં જે ચિત્તોત્સાહથી સ્નાન કરે તેને અવશ્યમેવ આવા આવા અનેક ગુણરત્નોની માળા સાંપડે છે. પૂર્વના ૧૦૦ વર્ષના સૌવર્ણિક ઇતિહાસમાં અનેક મહાપુરુષોએ આ સરિતાજલને સાક્ષાતુ અનુભવી સમષ્ટિને તે પીરસ્યું છે, તેમ જ વર્તમાનકાળમાં પણ તેવા તેવા મહાન આચાર્યો પંન્યાસો આદિ અનેક પંચમહાવ્રતધારી મહાત્માઓ અને સુશ્રાદ્ધપંડિતો પણ આ પાઠશાળામાં મેળવેલ જ્ઞાનગંગાનો પ્રવાહ જૈન-સમાજમાં ચોતરફ પ્રસરાવી રહ્યા છે-આ પાઠશાળા વર્તમાનકાળમાં સાક્ષાત્ સરસ્વતીમા' રૂપે અવતરી જૈન જીવમાત્ર માટે આશીર્વાદ રૂપે નીવડી છે. ભવિષ્યમાં ઉત્તરોત્તર ચિરકાલ સુધી અનેક પેઢીઓને જ્ઞાનામૃતના કુંભોનું આસ્વાદન કરાવતી થકી ઉજ્જવલ સિદ્ધિરૂપી લક્ષ્મીને વરો યાવતુ ચન્દ્રદિવાકરી તાવત્ સર્વજીવોનું કલ્યાણ કરો તેવી પરમાત્મ પ્રત્યે અભ્યર્થના. અસ્તુ, પરમાત્માજ્ઞા વિરુદ્ધ યત્કિંચિત્ પણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડમ્'.
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
अप्पा दन्तो सुही होई, अस्सि लोओ परत्थ य ॥
આત્માને જ દમવો જોઈએ – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે બરાબર પલોટવો જોઈએ. ખરેખર, આત્મા પોતે જ દુર્દમ છે – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે આત્માને પલોટતાં તો નાકે દમ આવી જાય છે, પણ એ રીતે પલોટાયેલો આત્મા આ જગતમાં અને બીજે પણ સુખી જ થાય છે.
સૌજન્ય : શ્રી રસિકલાલ મોહનલાલ પત્રાવાળા, મુંબઈ
૧૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org