________________
અધ્યાત્મસાર : એક પરિશીલન
મુનિ ઉદયપ્રભવિજય
અનંતકલ્યાણદાયક, શુદ્ધમોક્ષમાર્ગપ્રરૂપક જૈનશાસનની અચ્છિન્નતા આજ સુધી જે ટકી રહી છે તેમાં પંચમહાવ્રતધારી વિરતિધર મહાસંયમી આત્માઓનો અલૌકિક અને અદ્વિતીય ફાળો છે. શાસ્ત્રચક્ષુવાળા જૈનપરમસંતોએ શાસ્ત્રબદ્ધ આચારસંહિતાને આચરણ અને ઉપદેશ બન્નેના માધ્યમે ટકાવી રાખેલ છે. એવા અનેક મહાપુરુષરૂપી સિતારાઓથી આ શાસનરૂપ નભોમંડળ અત્યંત દેદીપ્યમાન થયું છે. આસન ૩૫૦ વર્ષની અવધિમાં ધ્રુવતારા સદશ અનુપમ તેજસ્વી સર્વજ્ઞનાં વચનોથી કટિબદ્ધ થયેલ તીવ્ર મેધા રૂપી શર (બાણ) વડે જેઓએ અનેક કુતીર્થિક રૂપી કંટકોને ભેદી જૈનશાસનની “જયપતાકા લહેરાવી છે, તેવા મહોપાધ્યાય યશોવિજયજી (પૂ. નયવિજયજીના અંતેવાસી) થયા છે કે જેઓ સેંકડો ન્યાયના ગ્રંથોની આલંકારિક શૈલીએ રચના કરી છે. તેમાં અધ્યાત્મમત પરીક્ષા, નરહસ્ય, ભાષારહસ્ય આદિ ગ્રંથો વડે એકાંતવાદના ઝેરનું નિકંદન કાઢતા અનેકાંતવાદ રૂપ અમૃતની અનોખી વર્ષા કરી છે... કુમતિ કે કુવાદીઓનાં એકપક્ષીય વચનોથી બાળજીવોની બુદ્ધિ અશ્રદ્ધાને પામવા વડે દુર્ગતિમાં ન ફેંકાઈ જાય તેની યોગ્ય કાળજી લેવાપૂર્વક અનેક શાસ્ત્રોનું ઉચ્ચ ધોરણે પરિશીલન કરવા વડે, નિર્ભીકપણે અનેક સચોટ દલીલોથી ભરચક ગ્રંથો લખ્યા છે, - તેમાં કોઈના વિરોધની ચિંતા તેઓએ નથી રાખી તેમજ લોકભક્તિના લાગવગરૂપી પ્રવાહમાં તેઓશ્રી તણાયા નથી. લોકૈષણા રૂપ પથ્થરના ભારને ઊંચકનાર ખરેખર તો શાસ્ત્રસમુદ્રમાં પ્રવેશી પણ ન શકે તો તેના મંથનની શી વાત ? છતાં “જ્ઞાનસાધના-સંયમસાધના’નો એક સ્વતંત્ર પ્રભાવ લોક ઉપર પડે જ છે. તેથી તે વખતના કાશીના મોટા પંડિતોએ આ મહાપુરુષની જ્ઞાન-નિષ્ઠા, વાદશૈલી, પ્રવચનપ્રખરતા જોઈ
મહોપાધ્યાય'નું બિરુદ આપ્યું છે. તેમ જ તે વખતના તપાગચ્છાધિપતિ “આચાર્ય વિજયદેવસૂરિજી મ. સા.” એ ઉપાધ્યાયપદથી વિ. સં. ૧૭૧૮માં વિભૂષિત કર્યા.
આચાર્યપદ લેવાની તેઓએ ચોખ્ખી ના પાડી એવો પ્રઘોષ છે... કેવી નિઃસ્પૃહતા !
મહોપાધ્યાયશ્રીએ કેવળ ન્યાયગ્રંથો (દ્રવ્યાનુયોગ) વિષે જ પ્રબુદ્ધતા મેળવી કલમ ચલાવી છે તેવું નથી પણ સાથે-સાથે સર્વ અનુયોગોમાં પ્રધાન-શિરમોર એવા ચરણકરણાનુયોગ વિષે અભુત છણાવટ કરતા “અધ્યાત્મસાર, જ્ઞાનસારાદિ અનેક ગ્રંથો રચ્યા છે. “અધ્યાત્મસાર' માં વૈરાગ્યના બે વિભાગો કર્યા છે તેમાં એક વિષય સંબંધી અને બીજો ગુણ સંબંધી એમ કહ્યું. તેમાં પણ “મારે પ્રથમ પ્રીતિ પરમધ્યાત્મવૃદ્વિતીયમ્ ' એટલે કે વિષય ઉપરનો વૈરાગ્ય તો હજુ
સૌજન્ય : સમરથબેન વનમાળીદાસ દોશી, જેસર
(૧૨)
૧ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org