________________
રહેલું છે.
સમાધિશતકમાં આ વાત સરળ કાવ્યમાં કહેવાઈ છે : નાચે માચે મુગતિરસ આતમજ્ઞાની સોઈ.”
મુક્તિ ખૂબ ગમે ! સંવેગ ઊછળે એટલે નાચી ઊઠે આત્મજ્ઞાની ! એને મુક્તિની પ્રતીક્ષામાં અને આત્માની પ્રતીતિમાં પરમાનંદનું સંવેદન થાય છે.
હજુ સુધી આ સમાધિશતક ઉપર કોઈ વિવેચના કે ભાષ્ય લખાયાનું ધ્યાનમાં નથી. આ કાવ્ય, અધ્યાત્મજ્ઞાન અને પરમતત્ત્વની ભક્તિનો સમન્વય કરતું દીપ્તિમંત અને રસમધુર ફળ છે. આ કાવ્ય વાંચતાં ને માણતાં એમ લાગે છે કે માનવજાતનું ગાઢ ને દીર્ઘકાલીન તમસ ભેદવા માટે ઉપાધ્યાયજી જેવા ઋષિએ આપણી વચ્ચે આસન માંગ્યું છે. આપણા ભીતરનાં અંધારાં વચ્ચે બેઠેલો ને અંધારાં ઊલેચતો એ જયોતિર્મય પુરુષ છે.
અચિંત્ય ગહન રહસ્યનો તાગ મેળવવો હોય તો, આ “સમાધિશતક” કાવ્યમાં ડૂબકી મારવા જેવી છે. આ કાવ્ય એવો અમૃતનો ધરો છે કે એમાં ડૂબકી મારનારને મૃત્યુના વમળ વચ્ચે જ મૃત્યુંજય-મોતી મળે છે ! એની પ્રાપ્તિ આસાન નથી. એ તો જીવ સટોસટનો ખેલ છે ! મરજીવાની મોજ છે ! અનંત ઉપાધિઓથી પરમ સમાધિ તરફ જવા માટે આ “સમાધિકાવ્યનો રસાસ્વાદ અનુભવતા રહેવું જોઈએ. આ માનવજીવનમાં જ આવા અમૃતરસનું આપણે પાન કરી લઈએ. એ અમૃતપાન કરવા, માણવા માટે આ કાવ્ય લીલો છાંયડો પાથરી આપણને આમંત્રે છે !
સમાધિશતક'ના કેટલાક કાવ્યાંશ તમને બતાવું છું જેથી તમને એનો રસાસ્વાદ માણવાની તમન્ના જાગે. અમૃતરસનું પાન કરવાની અભિલાષા જાગે.
જગ જાણે ઉન્મત્ત આ, એ જાણે જગ અંધ,
જ્ઞાનીકું જગમેં રહ્યો યું નહીં કોઈ સંબંધ !
આત્મજ્ઞાની, સંસારના બધા જ સંબંધોનો છેદ ઉડાડી દે છે. જગત આત્મજ્ઞાનીને ઉન્મત્તપાગલ સમજે છે, આત્મજ્ઞાની જગતને આંધળું માને છે ! અજ્ઞાન અંધાપો છે. જ્ઞાન પ્રકાશવંત નેત્ર છે. સંસારી જીવો કે જેઓ પુદ્ગલભાવમાં જ રમે છે, નથી હોતું તેમને આત્મજ્ઞાન કે નથી હોતું મુક્તિનું ભાન... તેઓ અંધકારમાં બાથોડિયાં ભરતા હોય છે. જ્ઞાની-આત્મજ્ઞાની પુરુષોનો એમની સાથે સંબંધ રહી જ ન શકે.
રાગાદિક પરિણામયુત, મન હી અનંત સંસાર,
તેથી જ રાગાદિક રહિત, જાને પરમપદ સાર. રાગ-દ્વેષથી ભરેલું મન જ સંસાર છે અને રાગ-દ્વેષથી મુક્ત થયેલું મન જ પરમપદને જાણે છે અને પામે છે. એક કવિએ કહ્યું છે : “મનવા ! તું રાવણ તું રામ !”
(૭૬)
સૌજન્ય : શ્રી મીતુલ મહેન્દ્રભાઈ શાહ, પાંચોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org