________________
“જ્ઞાનસાર” અપર નામ જેને ગીતા
આ. હેમચન્દ્રસાગરસૂરિ
લઘુહરિભદ્રસૂરિ એટલે જ મહામહિમ મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજ.
સોળમી અને સત્તરમી શતાબ્દીને પોતાની આગવી અસ્મિતાથી આંજી દેનારા આ મહાપુરુષ ખરેખર પરમ સારસ્વત રૂપ ઝળકી રહ્યા હતા ગુમરાહોના રાહબર સમાન એક દિવાસ્તંભ હતા.
આખા જીવનનાં વર્ષ તો માત્ર સિત્તેર જ. પણ નાની-સી આ જીવન જ્યોતે ત્યાગ-તપધ્યાન-યોગ અને સાધનાના સમુન્જવલ પ્રકારથી જગત આખાને પોતાની તરફ ખેંચી લીધું હતું.
જિનશાસનની તલેટીએ ઊભી થયેલી દેદીપ્યમાન આ જ્યોતે જિનશાસનની ગરિમાના ઊંચેરાં શિખરોને જગ સમક્ષ પ્રદર્શિત કર્યા હતાં. અને એ શિખરોની અતુલતા અદ્વિતીયતા સાબિત કરી બતાવ્યા હતા. કઠોર સાધનાથી એમની સાધુતા પૂર્ણરૂપેણ ખીલેલી હતી તો તપની તીવ્રતા એમની સાધનાને સુવર્ણ ઓપ દઈ રહી હતી. જ્ઞાનસાધના માત્ર એમના વ્યક્તિત્વની પરિધિમાં જકડાયેલી ન હતી. પુરુષાતનની પીઠન પર બેસી દિગદિગંત સુધી વ્યાપેલી હતી. આ મહાપુરુષનું પુરુષાતન પણ જબ્બર હતું. પરાક્રમી શૂરવીરને છાજે તેવું જ બરાબર હતું. સિંહની બોડમાં જઈને સિંહને પરાસ્ત કરવો કંઈ આસાન નથી એવું જ બે-આસાન કામ આ મહાપુરુષે કરી બતાવ્યું હતું. એ જમાનામાં કાશી વિદ્યાનું ધામ લેખાતું. મા સરસ્વતીનું માનો એ ધામ હતું. ન્યાય વ્યાકરણ અને સાહિત્યના ઘોષ ભાગીરથીના ઘોષની સાથે ત્યાં સતત ધબકી રહ્યા હતા. જૈન ધર્મના સિદ્ધાંતોનું ખંડણ કરવા સજ્જ બનેલા નૈયાયિકો અને વૈશેષિકોના અહીં ધામાં જામેલાં હતાં. છતાં વિદ્યાપ્રાપ્તિ માટે આ મહાપુરુષે એ જ સ્થાનને પોતાનું પસંદ ક્ષેત્ર માન્યું અને ત્યાં જ જઈને ધૂણી ધખાવી. વિદ્યાર્જનની અંતરાયોની કંઈક આંધી ઊઠી ને વિદ્ગોના કંઈક વાવંટોળ વિફર્યા પણ અફર-લક્ષી આ મહાપુરુષે જરાય મચક દીધી નહી. એમની સાધના તો દિન દુગુણી રાત ચોગુણી બઢતી જ ગઈ.
અને ધખાવેલી એ ધૂણીના ધુમાડા ધીરે ધીરે એવા વ્યાપ્યા કે ત્યાંનો જ વિદ્વાન-દ્વેષી-વર્ગ ગૂંગળાવા લાગ્યો. તર્ક અને બુદ્ધિ પ્રાગભ્યના તીક્ષ્ણ પ્રહારો સામે એ વ ભારે શિકસ્ત ખાધી અને અંતે પરિણામ એ આવી ઊભું કે પૂજયશ્રીથી પ્રભાવિત થયેલા ત્યાંના મુખ્ય ભટ્ટારકે
૯િ૨ ]
સૌજન્ય: શ્રી ચુનીલાલ હંજારમલજી પાનાની, પૂરણ
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org