________________
અમૃતવેલની સક્ઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન
આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા.
ચેતન ! જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહસંતાપ રે;
ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજગુણ આપ રે. મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભવનનું. “પાળીએ સહજગુણ આપ રે.” કેવો અનેરો આનંદ આવે-જ્ઞાન કે અસંગતા જેવા ગુણોના અનુભાવનનો !
અનુભાવન. ડૂબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતાં મહર્ષિઓનાં વચનો, પ્રવચનો કે સંગોષ્ઠીઓમાં ટાંકવા માટેનાં જ નહીં, અંદરની દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહે.
ચાલો, આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર કયાં?
ચિત્તધૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. “ચિત્ત ડમડોલતું વાળીએ.” ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે. આત્મગુણોની અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે. સંત કબીર માર્મિક રીતે કહે છે : “ઘૂંઘટ કા પટ ખોલ રે, તોહિ શિવ મિલેંગે.” ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે.
તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય.
તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે ?
ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની લાંબી હારમાળા શરૂ થાય છે. એકએક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન, આકર્ષણ નહીં.
વાત તો ઠીક છે. પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહ-ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો?
[
સૌજન્ય : શ્રી એક સદ્દગૃહસ્થ, પાટણ
(૧૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org