________________
છે. ૮૪ દીક્ષાર્થી તૈયાર કરી શાસનને સમર્પિત કર્યા છે. આજે ૮૫ વર્ષે પણ યુવાન જેવો રૃર્તિથી ધર્મકાર્ય કરી રહ્યા છે. આમ જોઈએ તો મહેસાણા પાઠશાળાએ વિવિધલક્ષી સંસ્કારલક્ષી પાઠશાળા બનવામાં સફળ બની છે.
વીતરાગી પ્રભુ પાર્થ તથા ભગવતી માતા પદ્માવતીને એ જ પ્રાર્થના છે કે આવા ભેદ અને પક્ષપાતથી રહિત સંસ્થા શતાયુ તો થઈ છે પણ સહસ્રાયુ થાય અને “જ્ઞાની નં વિરતિઃ'નો પ્રઘોષ ગુંજિત રાખ્યા જ કરે.
सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं,
भारुडपक्खी व चरप्पमत्ते ॥ જે મનુષ્ય આશુપ્રજ્ઞ-પંડિત-વિવેકી છે તેને અપંડિત-અવિવેકી એટલે મોહનિદ્રામાં સૂતા રહેતા મનુષ્યો વચ્ચે પણ રહેવાનો પ્રસંગ આવે છે, તે વખતે પંડિત પુરુષે બરાબર સાવધાન રહેવું જોઈએ – તે અવિવેકીઓનો જરા પણ વિશ્વાસ ન કરવો જોઈએ. કાળ ભયંકર છે અને શરીર દુર્બળ છે' એમ સમજીને તેને પ્રસંગે પંડિત પુરુષે ભારુડપક્ષીની પેઠે બરાબર સાવધાન રહીને વર્તવું જોઈએ.
સૌજન્ય : પૂ. માતુશ્રી પુષ્પાબેન દીપચંદ ઝવેરી (સુરતવાળા), મુંબઈ
(૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org