________________
સાધ્વીજી ભગવંતોનો યોગ દુર્લભ હતો તે ક્ષણે સાધુ મુખ્ય શાસનની ભાવના સ્થાપન કરવાપૂર્વક પર્યુષણ વગેરે પર્વોની સુંદર આરાધના થતી એ મહેસાણા પાઠશાળાનું જ શ્રેય છે. આ જ પ્રવૃત્તિથી અનેક અન્ય સંસ્થાઓ પ્રેરણા પામી છે. આજે ભારતના સીમાડા બહાર પણ “જૈન જયતિ શાસનમ્”નો નાદ ગુંજિત થયો છે.
જો મહેસાણા પાઠશાળા જ્ઞાનદાન અને દેશવિરતિધર અને સર્વવિરતિધરની એક ફોજ તૈયાર કરતી હોય તો શા માટે તેનો વિકાસ કરવો ? “લાડનું વિશ્વ વિદ્યાલય”, “પાથર્ડ બોર્ડીંગ” પોતાનું કાર્યક્ષેત્ર ઝડપથી વધારી શકે તો મહેસાણા પાઠશાળા પણ કેમ ન કરી શકે ?
આ વાત થઈ મહેસાણા પાઠશાળાના વિરતિધર શ્રાવકોના ફળ અંગે, પણ અંગત રીતે પ્રત્યેક શ્રાવકોએ સમ્યફ જ્ઞાન મેળવવું જ જોઈએ. ભાવિની માતાઓ ભાવિ સંતતિની જિજ્ઞાસાને સંતોષી શકશે તો જ આવતો યુગ સમ્યક જ્ઞાનથી પ્રતિષ્ઠિત થશે. અને એ તો નિઃસંશય છે કે
જ્યાં સમ્યફ જ્ઞાન પ્રવાહિત થશે ત્યાં વિરતિ પ્રભાવિત થશે. સમ્યક જ્ઞાનની સંપૂર્ણતા તત્ત્વાર્થની શ્રદ્ધામાં છે અને એટલે જ જેટલા અંશે જે જે સમ્યફ જ્ઞાન છે તે તે અંશે તે વિરતિનું સર્જક બને છે.
સમ્યફ જ્ઞાનના અંશોને પણ વ્યાપક રીતે પ્રસારિત કરવાની જરૂર છે. જેમ શાકાહારનું સમ્યક જ્ઞાન, વ્યસન પરિત્યાગનું સમ્યફ જ્ઞાન કે રાત્રિભોજનના દોષનું પરિત્યાગનું સમ્યક જ્ઞાન કેટલાક લોકોને આંશિક વિરતિઓ તરફ લઈ જાય છે. અને આખરે વીતરાગના શાસનની નજીક લાવે છે. માટે આવા માર્ગાનુસારી રૂપ સમ્યફ જ્ઞાનના અંશોને પણ બહુજન સમાજમાં – માનસમાં સ્થિર કરવા જરૂરી છે.
મહેસાણા પાઠશાળાને શક્ય લાગે તો આ વિષય માટે એક સ્વતંત્ર વિભાગ શરૂ કરવા જેવો છે.
મહેસાણા પાઠશાળાએ એક “જૈન સંસ્કાર કોર્સમાં ત્રણ મહિનાનો કે છ મહિનાનો રાખવા જેવો છે અને આ છ મહિનાનો કોર્સ પૂરો કરનારને એક પ્રમાણપત્ર આપવું જોઈએ. આમ કરવાથી પાઠશાળાની પ્રવૃત્તિમાં સમ્યફ જ્ઞાનનો વ્યાપ વધશે. વ્યાપ વધારવામાં જરૂર ચોકસાઈ રાખવી. માત્ર વ્યાપ વધારવાનો મોહ રાખવાનું આ સૂચન નથી પણ બહુજન સમાજમાં સમ્યફ જ્ઞાન કે સમ્યફજ્ઞાનના અંશોનું આરોપણ કરવાનો પ્રયાસ થવો જોઈએ.
આજે હું આ લેખ તા. ૧/૧/૯૮ ના કેશરવાડી તીર્થમાંથી લખી રહ્યો છું. આ ગુરુ આરાધના ભૂમિમાં મને ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. સાથે જ મદ્રાસમાં મહેસાણા પાઠશાળાના માત્ર ત્રણ વિદ્યાર્થીઓને જાણું છું. શ્રી કાંતિભાઈ, પંડિતવર્ય શ્રી કુંવરજીભાઈ અને શ્રી મોહનભાઈ કોઠારી – આ ત્રણેયમાં “જ્ઞાનસ્થ નં વિરતિઃ'ના અંશો સ્પષ્ટ દેખાય છે. ત્રણ શાસન સમર્પિત શ્રાવકો છે. પંડિત શ્રી કુંવરજીભાઈ જાણે એક જ વ્યક્તિ રૂપે મહેસાણા પાઠશાળાની અવિધિસરની શાખા છે. એમની પોતાની પુત્રી સહિત લગભગ ૮૪ મુમુક્ષુઓને ભણાવવાનું શ્રેય એમને જાય
૧૧૨)
સૌજન્ય : શ્રી રાઈબેન માણેકલાલ (ધીણોજવાળા), મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org