________________
નયરહસ્ય
પં. અભયશેખરવિજયજી
નયરહસ્ય એક અભુતકૃતિ... જેના શબ્દ શબ્દ મેધાવીને અનુભવાય ચમત્કૃતિ... એવા સક્ષમ શબ્દોના ઉદ્દગાતા છે મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ. એક પરિપૂર્ણ ગ્રન્થકર્તા... જ્યાં પ્રતિક્ષણ લાગી રહ્યો છે ઘસારો, જીવોનાં આયુ, બળ, મેધા, ધારણા ને... એવા આ પંચમકાળ માટે શાસ્ત્રકારોએ કહ્યું છે. एत्थि नएहि विहूणं सुत्तं अत्थो अ जिणमह किंति । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥ વ્યાખ્યાતા બહુ મોટા ગજાના હોય....ને અધ્યેતા પણ કાંઈ નાના ગજાનો ન હોય તો જ શાસ્ત્રીય પ્રતિપાદનોને નયની કસોટીથી કસવા... આ સાવધાની જો ન રાખી...તો વિચારધારાઓ “નય' રૂપ ન રહેતાં દુર્નય કે અનય બની જાય.. ને શ્રોતા ક્યાંય ઊંધા રવાડે ચડી જાય, કશું કહેવાય નહીં... આવા દુર્બોધ નયોનું રહસ્ય પીરસ્યું છે, નયરહસ્યમાં નયના વિષયમાં ફાઈનલ ઓથોરિટી ગણાયેલા, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે... તેઓએ પોતે જ અત્યંત સાવધાની ને જવાબદારીપૂર્વક કહ્યું છે. વાણી વાચક જશ તણી કોઈ નયે ન અધૂરી રે... સંક્ષિપ્તરુચિ જીવો માટે પ્રખ્યકારે રચ્યો છે નયપ્રદીપ..
૧૧૪)
સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org