________________
સપ્તભંગીનું સ્વરૂપ આ. વિ.રાજેન્દ્રસૂરિ (કલિકુંડ તીર્થ)
સ્યાદ્વાદના આધારે થતી વસ્તુની સિદ્ધિમાં સપ્તભંગી એ પણ એક અજોડ સાધન છે. બીજાં દર્શનો પ્રાયઃ એક જ ભંગને માનનાર છે. જ્યારે જૈનદર્શન સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા કરી દર્શન શાસ્ત્રમાં એક અજબ પ્રકાશ પાથરી જાય છે.
સપ્તભંગી એ જીવનના અધ્યાત્મ સંયોગોમાં પણ અજબ ઉપયોગી નીવડી શકે છે. પરસ્પર અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું કથંચિત્ એકવાવગાહન કરી વસ્તુમાં અનેક ધર્માત્મકતા સિદ્ધ કરવા, એ જ સપ્તભંગી સમૂહાત્મક રીતે સતત વસ્તુ બોધમાં સહકારી બની શકશે.
નિયાયિક લોક મૂલાવચ્છેદેન-એક જ વૃક્ષમાં કપિનો અભાવ અને વૃક્ષના અગ્રભાગથી અવચ્છેદન વાનરનો સભાન માની વસ્તુની અનેક ધર્માતા માને છે. પણ તેઓની તે માન્યતા અવચ્છેદક ભેદથી છે. જ્યારે જૈનદર્શનની માન્યતા નિરવચ્છિન્ન અપ્રતિહત સર્વત્ર સર્વદા સર્વ તથા અસત્ત્વની સાપેક્ષ વ્યાખ્યાથી વસ્તુ બોધ થાય છે એ વિશેષ છે.
જૈન દર્શનથી અતિરિક્ત સર્વદર્શનો એકાંતવાદી છે તે સાત પ્રકારના છે. (૧) સત્કાર્યવાદી સાંખ્યદર્શન પદાર્થ સર્વદા અસ્તિત્વને જ સ્વીકારે છે. (૨) શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધદર્શન પદાર્થના નાસ્તિત્વને જ નક્કરપણે માને છે.
(૩) અસત્કાર્યવાદી તૈયાયિક દર્શન પદાર્થની ઉત્પત્તિ પહેલાં અભાવ (નાસ્તિત્વ) તથા પદાર્થની ઉત્પત્તિ બાદ સત્તા પુનઃ વિનાશ થયા બાદ અભાવ. એ રીતે અસ્તિત્વ-નાસ્તિત્વ બંને ધર્મોની વ્યાખ્યા કરે છે
(૪) માયાવાદી કોઈક વેદાન્તદર્શન પદાર્થની અનિર્વાચ્યતા-અવક્તવ્યતા સ્વીકારે છે. જેમકે દૂરથી દેખવામાં આવતું મૃગજળ. પૂર્વમાં વસ્તુ સ્વરૂપ ભાસે છે. પરંતુ જયારે તેની સમીપ જવામાં આવે ત્યારે ત્યાં વસ્તુ સ્વરૂપ કશુંયે હોતું નથી. તેમજ જગતના જેટલા પદાર્થો છે, તે બધા માયા સ્વરૂપ હોઈ અનિર્વચનીય છે. એટલે જ તે લોકોની સત્ય માન્યતા છે કે-“બ્રહ્મ સત્ય જગન્સિય્યા'.
(૫) પુનઃ બીજા કોઈ માયાવાદી વેદાન્તી સાંખ્યદર્શનની જેમ વસ્તુની સત્તા સ્વીકારતા
૧૦૬) સૌજન્ય : શ્રીમતી હુલાસબેન હિંમતમલજી પરમાર (મુંડારાવાળા), મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org