________________
એક ઘડો દ્રવ્યથી માટીનો છે, પાણીનો નથી. ક્ષેત્રથી ગુર્જરીય છે, દ્રાવિડનો નથી. કાળથી ઉષ્ણઋતુનો છે, શીત ઋતુનો નથી. ભાવથી લાલ રંગનો છે, પીળો નથી. અને આ રીતે જીવની પણ સ્થિતિ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી અસ્તિત્વયુક્ત સિદ્ધ થાય છે.
(૨) ‘સ્યાન્નાસ્ત્યવ’ આ બીજો ભંગ પર્યાયાર્થિક નયની પ્રધાનતયા તથા દ્રવ્યાર્થિક નયની ગૌણતાને સ્વીકારે છે. જગતના સર્વ જીવો કથંચિત્ નાસ્તિરૂપ છે. પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષયા સર્વ ચીજો કથંચિત્ નથી. આ અસ્તિત્વ ને નાસ્તિત્વ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એક જ વસ્તુમાં એકત્ર રહી શકે છે.
ઘટ-પટાદિ જગતની સમસ્ત વસ્તુ દ્રવ્યાત્મક છે. સ્વરૂપેણ સત્, પરરૂપેણ અસત્. જે વખતે દ્રષ્ટા સત્ રૂપને દેખે છે, ત્યારે પણ અસરૂપ હોય જ છે. અને અસત્ રૂપના જ્ઞાનના સમયે સપપણે હોય છે. જેમકે આમ્રફળમાં રહેલ રૂપ-૨સ-ગંધ-સ્પર્શ આદિ પરસ્પર વિરુદ્ધ ચીજો હોવા છતાં પણ એકાધિકરણમાં છે. અને જ્યારે રૂપદર્શનના સમયે રસની સત્તા અને રસજ્ઞાન સમયે ગંધની સત્તા હોય છે. તેમ વસ્તુદર્શનમાં એક ધર્મના જ્ઞાન સમયે અન્ય વિરુદ્ધ ધર્મની સત્તા હોય છે, એકલા અસ્તિત્વ ધર્મને જ એક વસ્તુ ગ્રહણમાં કરવામાં આવે તો
स्वरूपपररूपाभ्यां नित्यं सदसदात्मके । वस्तुनि ज्ञायते किञ्चित् कैश्चद्रूपं कदाचन ॥
यदि हि घटादेरस्तित्वमेव चेत्कुलालव्यापारस्याऽनर्थकत्वम्, प्रसज्यते, एवम् घटादेऽर्नास्तित्वमेव चेत्तथापि कुलालव्यापारस्याऽनर्थकत्वमेव । - યદિ ઘટમાં કેવળ અસ્તિત્વધર્મ સ્વીકારી ઘટની સત્તાને સ્વીકારશો તો કુંભારનો ઘટોત્પત્તિ માટે થતો પ્રયત્ન નિષ્ફળ લેખાશે. કારણ, જે સત્ છે, તેની ઉત્પત્તિ નથી હોતી. અને નાસ્તિત્વ ધર્મને જ સ્વીકારવામાં આવે તો પણ કુંભારનો ઘટ માટેનો વ્યાપાર નિરર્થક નીવડશે. અસત્ પદાર્થોની ઉત્પત્તિ થતી જ નથી. અને જો અસત્ની ઉત્પત્તિ થતી હોય તો
અર્થાત્-કાચબાના દૂધમાં સ્નાન કરી સસલાંના શીંગડાનું ધનુષ્ય બનાવી, આ વંધ્યાપુત્ર આકાશપુષ્પથી શોભિત મુકુટ પહેરી જઈ રહ્યો છે. ઇત્યાદિ અસત્ વસ્તુની પણ ઉત્પત્તિ થવી જ જોઈએ. પુનઃ વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારવામાં સર્વત્ર સદા સદ્ભાવ જ હોવાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે, કોઈ પણ મનુષ્ય કદાપિ પ્રયત્ન નહીં કરે. અસત્પદાર્થ જ માનશો તો પણ વસ્તુપ્રાપ્તિ માટે લોકપ્રયત્ન જ નહિ થાય. અને એ રીતે સમસ્ત સાંસારિક વ્યવહારનો સર્વથા લોપ થશે. માટે સત્-અસત્ યુગપદાત્મક વસ્તુ માનવામાં જ સર્વથા અદોષ છે.
|૧૦૮
कूर्मक्षीरचयेस्स्रातः शशविषाणधनुर्धरः ।
एष वन्ध्यासुतो याति खपुष्पकृत शेखरः ॥
અનેક ધર્માત્મકતા સાપેક્ષ રીતિથી માની વસ્તુની વ્યવસ્થા સ્વીકારવામાં આવશે ત્યારે જ સાંસારિક વ્યવહારમાં અવ્યાબાધ રીતે ચાલી શકશે.
Jain Education International
સૌજન્ય : શ્રીમતી હુલાસીબેન હિંમતમલજી પરમાર (મુંડારા), મુંબઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org