________________
પૂજ્યશ્રીને ન્યાયાચાર્ય અને ન્યાય-વિશારદના ભારી વિશેષણોથી નવાજી દીધા. તેથી ત્યાંના વિદ્વાનોએ પણ પૂજ્યશ્રીને ભારે ગરિમાથી ઊંચકી લીધા. અર્જિત કરેલા વિપુલ વિદ્યાધનને દીર્ઘજીવી અને સુરક્ષિત બનાવવા પૂજયશ્રીએ વેગીલી કલમ ચલાવી અને મહિમાવંતી શાસ્ત્ર મંજૂષાઓ ઊભી કરતા ગયા. જે જે વિષય નજરે ચડ્યો, જે જે જ્ઞાનનું ક્ષેત્ર મળ્યું, બસ, કલમ દોડવા જ લાગી. એકે વિષય એવો બાકી નહીં હોય જે વિષય પર પૂજ્યશ્રીની કલમમાંથી સહી નીતરી ન હોય, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યાદ તાજી કરાવવા માટે જાણે દાયિત્ય સ્વીકાર્યું હતું. ન્યાય શું કે વ્યાકરણ શું? સાહિત્ય શું કે જયોતિષ શું? અધ્યાત્મ શું કે યોગ શું, બસ આવવા દ્યો ખ્યાલમાં, કલમ ચાલી જ સમજ, અને વળી વિદ્વાનો માટે નગદ માલ પીરસ્યો છે એમેય નહીં, પ્રાકૃત અને સંસ્કૃતની ટોચનાય ગ્રંથો સર્યા છે. તો સરલ સંસ્કૃત ભાષાનેય સારી પેઠે વણી દીધી છે. અરે સામાન્ય જન-બોધાય તે વખતની ચાલુ ગુજરાતી ભાષામાંય અભુત ગ્રંથોનું અવતરણ બતાવી દીધું છે. ગદ્યમય અને પદ્યમય,
દ્રવ્યગુણ પર્યાયની રાસ સમકિતના ૬૭ બોલની સઝાય રહસ્યભરી ચોવિસી, શ્રી પાલ રાસની પૂર્તિ
અન્ય સ્તવનો પદ્યો પૂજ્યશ્રીની ઉપરોક્ત ગરિમાને આજે પણ ચરિતાર્થ કરી રહ્યા છે. હરિભદ્રસૂરિ મહારાજ એ આ પૂજ્યશ્રીના આરાધ્ય મહાપુરુષ હશે એમ સ્પષ્ટ પ્રતીત થાય છે.
એ મહાપુરુષના ગ્રંથો પૂજ્યશ્રીનો પ્રિય ખોરાક હોય એમ અનાયાસ માનવું પડે છે. કેમકે એ મહાપુરુષના ગ્રંથો પર પૂજયશ્રીએ સવિશેષ ખેડાણ કર્યું છે. અને અઘરામાં અઘરા પદાર્થોને બહુ જ સીધી-સાદી ભાષામાં પીરસી દીધા છે.
પૂજ્યશ્રીની કલમ કૂખેથી લગભગ એક સો ઉપરાંત ગ્રંથોની વણઝાર જન્મેલી છે. એવું બુદ્ધિમાન અને ઇતિહાસવિદોનું કથન છે.
અલબત આજે એ બધા જ ગ્રંથો ઉપલબ્ધ નથી. કાળઘંટીના પડોમાં ઘણાય પિસાઈ ગયા છે પરંતુ એના અવશેષો, એનાં નામો તો આજેય ક્યાંક ક્યાંક ડોકિયાં કરી રહ્યાં છે. આવા વિવિધ ગ્રંથોની ગૂંથણી બાદ પૂજયશ્રીએ એક મૌલિક ગ્રંથ આલેખ્યો છે જેનું નામ છે...જ્ઞાનસાર...
નામ જેવું જ કામ દેખાડતો આ ગ્રંથ છે.
સમસ્ત શ્રુતજલધિનું અવગાહન અને મંથન કર્યા બાદ મેળવેલું માખણ પૂજ્યશ્રીએ આ ગ્રંથની ગાગરડીમાં ભર્યું-પૂર્યું છે, અદ્ભુત છે. આની રચના તો અલૌકિક મૌલિક છે. એનો મહિમા, વિભિન્ન જાતિના બત્રીસ વિષયોનો સંચય આ ગ્રંથમાં અવતરિત કરવામાં આવ્યો છે. અને એ પણ એક જ માપ તોલથી, દરેક વિષયોનું રચનામાહાસ્ય એક સરખું જ આઠ જ શ્લોક.
સૌજન્યઃ શ્રી બાબુલાલજી જોમાજી પરિવાર, પૂરણ
(૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org