________________
મન જ રાવણ છે અને મન જ રામ છે ! મન જ બંધન છે અને મન જ મોક્ષ છે. ! રાગ-દ્વેષથી ભરેલું મન દુઃખ છે, રાગ-દ્વેષથી મુક્ત મન પરમ સુખ છે !
રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણખોજ,
ઘરમેં ભી પ્રગટે તદા ચિદાનંદ કી ખોજ !
ઉપાધ્યાયજી મહારાજ કહે છે : આત્મજ્ઞાની જયારે રાગ-દ્વેષ-ઈષ્ય-અસૂયા આદિ દોષોને દૂર કરી, આત્મામાં રહેલા સ્વભાવગત ગુણોને શોધે છે ત્યારે એ ચિદાનંદની મોજ-મસ્તીમાં ઝૂમી ઊઠે છે.
દેખૈ સો ચેતન નહીં, ચેતન નહિ દિખાય,
રોષ-તોપ કિનસું કરે ? આપ હિ આપ બુઝાય !
જે દેખાય છે તે શરીર ચેતન નથી ! અને જે ચેતન છે તે દેખાતો નથી ! પછી રાગ અને રીસ કોની સાથે કરવાનાં ? પોતાની સાથે જ પોતે રાગ-દ્વેષ કરવાના ? જે દેખાય છે તે શરીર જડ છે, એ ચેતન નથી. અને જે ચેતન શરીરમાં રહેલો છે તે દેખાતો નથી ! એનો અર્થ એ છે કે દરેક શરીરમાં આત્માને જોવાનો છે, શરીરને નહીં.
જે અનિત્ય છે, ક્ષણિક છે એવા શરીર, યૌવન, આયુષ્ય, વૈષયિક સુખ સ્વજનસંબંધ, સંપત્તિ વગેરેની ઓળખાણ કરી એમનું મમત્વ, આસક્તિ, રાગ-મોહ છોડી દેવાનો ઉપાધ્યાયજી ઉપદેશ આપે છે અને જે નિત્ય-શાશ્વત તત્ત્વ છે એની સાથે મમત્વ બાંધવાનું કહે છે. તો જ ભીતરમાં આનંદોત્સવ થાય, પરમાનંદની અનુભૂતિ થાય. એવું એક જ તત્ત્વ છે અને તે આત્મતત્ત્વ ! આપણા દેહમાં જ એ આત્મતત્ત્વ રહેલું છે, અંદર જ છે. અંદર જોવા માટે “ધ્યાન' કરવું જોઈએ. જેઓ ધ્યાન નથી કરી શકતા તેઓ પોતાનામાં જ રહેલા પરમાનંદમય, નિર્વિકાર, નિરામય આત્માને જોઈ શકતા નથી, ઓળખાણ કરી શકતા નથી. ધ્યાનમગ્ન યોગી પુરુષોએ આત્માની ઓળખાણ કરી છે.
• શરીરમાં વ્યાપી રહેલો પરમ વિશુદ્ધ આત્મા અનંત સુખમય છે. જ્ઞાનામૃતથી ભર્યાભર્યા વાદળ જેવો છે. અનંત શક્તિશાળી છે.
• તે નિર્વિકાર છે, નિરાહાર છે, સર્વપ્રકારના સંગ-આસંગ વગરનો છે. પરમાનન્દથી પરિપૂર્ણ છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે.
• આ પરમ વિશુદ્ધ આત્મતત્ત્વ આનંદરૂપ છે, સર્વ સંકલ્પ-વિકલ્પોથી રહિત છે, સ્વભાવમાં લીન છે.
• સદૈવ આનંદમય, શુદ્ધ, નિરાકાર, નિરામય, અનંત સુખમય અને સર્વ બંધનોથી મુક્ત છે.
• પરમ પ્રસન્નતાથી પરિપૂર્ણ, રાગ-દ્વેષથી રહિત, “સોહમ્ એવો હું દેહમાં રહેલો છું.
સૌજન્ય : શ્રી બાબુલાલ છોટાલાલ, મઢીવાળા
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org