________________
પૂ. દાનવિજયજી મ. સા.શ્રીની “જીવનજ્યોત”
અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી
જૈનસંઘમાં પૂ. મૂળચંદજી મ. સા.નું નામ બહુ આદરપૂર્વક ઉચ્ચારાય છે. ગચ્છનાયક હોવા છતાં તેઓશ્રીએ પોતાના શિષ્યો માત્ર પાંચ જ બનાવ્યા હતા. તેઓમાંના એક એટલે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રેરણાસ્રોત પૂ. દાનવિજયજી મ. સા.
પોતે મૂળ પંજાબના વતની હતા. તેથી પૂ. દાનવિજયજી પંજાબી નામે ઓળખાતા.
બાલ્યકાળથી જ જ્ઞાન-ઝંખના પ્રબળ હતી, જેના પરિણામે તેઓશ્રી ન્યાય-વ્યાકરણશાસ્ત્રના અજોડ વિદ્વાન ગણાતા. પૂ. નેમવિજયજી મ. સા. (શાસન સમ્રા પૂ. નેમિસૂરીશ્વરજી મ. સા.) જેવા પ્રબલ-પ્રતાપી સાધુઓ તેઓશ્રી પાસે ન્યાય-વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ કરતા.
વ્યુત્પત્તિવાદ જેવા આકર ગ્રન્થો તેઓશ્રીને મુખપાઠ જેવા હતા. જ્ઞાન પ્રત્યે તેમનો આદર અપૂર્વ હતો. પૂ. સાધુ-સાધ્વીજી મ.સાહેબોમાં જ્ઞાનાભ્યાસ વધે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ હતા.
કચ્છ-માંડવીના ચાતુર્માસ દરમ્યાન સ્થાનક-માર્ગી આઠ કોટિ-મોટી પક્ષના ૧૮ ઋષિઓને પ્રતિમાજીની શ્રદ્ધાવાળા બનાવી સંવેગી માર્ગના અનુરાગી બનાવ્યા.
શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ અને પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રત્યેનું તેઓશ્રીને અજબ આકર્ષણ હતું જેના કારણે છેલ્લાં વર્ષોમાંના મોટા ભાગનાં ચાતુર્માસ પાલીતાણા કરેલ.
વિ. સં. ૧૯૪૮ના ચાતુર્માસ દરમ્યાન પૂ. દાનવિજયજી મ. સા.ની પ્રેરણાથી બાબુ બુદ્ધિસિંહજીના નામ ઉપરથી “શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની ભા.સુ. ૬ના શુભ દિવસે પાલીતાણામાં સ્થાપના થઈ જેમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં સાધુ મહાત્માઓને વિધ-વિધ વિષયોનું અધ્યયન-કાર્ય શરૂ કરાયું. શાસ્ત્રીજી પણ અધ્યયન કરાવતા તેમ જ શ્રાવકોને પણ શિક્ષણ અપાતું.
વિ. સં. ૧૯૪૯ના પાલીતાણાના ચાતુર્માસ દરમ્યાન એક સ્વામિનારાયણપંથી વિદ્વાન સાધુ સાથે પૂ. દાનવિજયજી મ. સાહેબે સંસ્કૃતમાં વિવાદ કરી વિજય પ્રાપ્ત કરેલ.
વિ. સં. ૧૯૫૩નું ચાતુર્માસ મહેસાણા થયેલ, ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીના ઉપદેશથી, પૂ શ્રી રવિસાગરજી મ. સા.ના કરકમલથી અને શેઠશ્રી વેણીચંદ સુરચંદભાઈના સ–પ્રયત્નથી
|
સૌજન્ય : શ્રી ચંપકલાલ મફતલાલ સોની, થરા
(૪૧),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org