________________
પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી
માણેકલાલ હરગોવનદાસ સોનેથા
પંડિત શ્રી મફતલાલભાઈ ઝવેરચંદ ગાંધી મહેસાણા જિલ્લાના રણુંજ ગામમાં જન્મ્યા હતા. બાલ્યકાળથી વિશિષ્ટ બુદ્ધિપ્રતિભાથી પંડિતશ્રીપ્રભુદાસ બેચરદાસ પારેખના સહવાસથી પાટણ જૈન વિદ્યાભવનમાં અભ્યાસ કરી મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં વિક્રમ સંવત ૧૯૭૮માં વિદ્યાર્થી તરીકે જોડાઈ ધાર્મિક અભ્યાસ કર્યપ્રકૃતિ આદિ કર્મ સાહિત્યનો તેમ જ પ્રાકૃત અને સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણનો સુંદર અભ્યાસ કરી અભ્યાસ કરાવવાની સારી પદ્ધતિના કારણે અભ્યાસક વર્ગમાં આદરપાત્ર બન્યા હતા.
મહેસાણા પાઠશાળામાં ૧૯૮૫માં પરીક્ષક તરીકે તેમ જ ૧૯૮૬માં સંસ્થાના મુખ્ય અધ્યાપક તરીકે સેવા આપી હતી. સંસ્થાની બ્રાન્ચ ઑફિસ સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળા પાલીતાણામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. સંસ્થાના કાર્યકર્તાઓમાં પોતાની કાર્યશૈલીથી આદર મેળવી સંસ્થાના સંચાલનમાં પોતાની સેવા આપતા હતા.
- મહેસાણા પાઠશાળામાં વિદ્યાર્થી, પરીક્ષક, મુખ્ય અધ્યાપક અને સંસ્થાના કાર્યકર્તા તરીકે સેવા આપી સંસ્થા સાથે ગાઢ પરિચયમાં આવ્યા હતા.
પોતાના જીવનકાળ દરમ્યાન જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા. સી. એન. વિદ્યાલય અમદાવાદ. એલ. આર. બોર્ડિંગ અમદાવાદમાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી સારા શિક્ષક તરીકે તેમણે છાપ ઉપસ્થિત કરી હતી.
સાહિત્ય ક્ષેત્રે હસ્તલિખિત પ્રતો પરથી સંશોધન કરી પ્રશ્ન વ્યાકરણ ભાગ ૧-૨ કુમારપાલ પ્રતિબોધ, ભવિષ્યદત્ત ચરિત્ર, સપ્તવ્યસન કથા સમુચ્ચય આદિ અમુદ્રિત ગ્રન્થો તેમ જ આવશ્યક સૂત્ર, જયાનંદ કેવલી ચરિત્ર. આદિ ગ્રન્થો તેમ જ જૈન કથાસાગર ભાગ ૧-૨૩ શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રન્થો છપાવી સાહિત્યની સુંદર સેવા આપી હતી.
અધ્યાપક તરીકે સેવા આપતા જુદા જુદા સમુદાયોના પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓને કર્મગ્રન્થ-કર્મપ્રકૃતિ-તર્કસંગ્રહ-ધર્મસંગ્રહ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ આદિ ગ્રન્થોનો સારી રીતે અભ્યાસ કરાવી સારા પંડિત તરીકે નામના મેળવી હતી.
પંડિત શ્રી પ્રભુદાસભાઈના ભારતીય સંસ્કૃતિના વિચારોથી પ્રભાવિત થયેલા પંડિત શ્રી
સૌજન્ય : શ્રી હિતેશભાઈ અશોકભાઈ, બંગારપેઠ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org