________________
પંડિતવર્ય શ્રીયુત શિવલાલભાઈ નેમચંદભાઈ શાહ
ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી
આર્યત્વના સુસંસ્કારોથી ભૂષિત ભવ્ય ભારતદેશ... તેમાં ધર્માયતન તથા ધર્મક્રિયાઓથી ભૂષિત ગુજરાત દેશ તેનું ઐતિહાસિક મહાનગર અણહિલપુર પાટણ નગર
તેનાથી ૧૨ ગાઉ દૂર આવેલ જામપુર નામનું ગામ... પંડિત પ્રવર શ્રી શિવલાલભાઈનો જન્મ ઉપરોક્ત ગામમાં થયેલ... પિતાશ્રીનું નામ શ્રી નેમચંદભાઈ, માતૃશ્રીનું નામ શ્રી રતિદેવી.. બાલ્યવયમાં ધાર્મિક સંસ્કારો મેળવી શાસ્ત્રજ્ઞાન મેળવવા મહેસાણા નગરમાં રહેલ “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયા, ૧૦ વર્ષ સુધી કર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, એમ અનેકવિધ શાસ્ત્રનો અભ્યાસ કરી તે જ પાઠશાળામાં કેટલાંક વર્ષ અભ્યાસ કરાવી સં. ૨૦૦૪ માં પાટણ શહેરમાં અધ્યાપનાર્થે આવ્યા. અને લગભગ ૪૬ વર્ષ સુધી પાટણમાં વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ શ્રમણ સંસ્થામાં કરાવી સમ્યજ્ઞાનની જ્યોત પ્રજવલિત કરી હતી.
'વિશેષથી જૈનધર્મનું ઉત્કૃષ્ટ વ્યાકરણ જે શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન... આ વ્યાકરણમાંથી સંસ્કૃત ભાષાના નિયમોને સરળ બનાવી પંડિતજીએ સાત સંસ્કૃત પુસ્તિકાઓની રચના કરી. જૈન જગતમાં અદ્દભુત યોગદાન કર્યું અને સંસ્કૃત ભાષાના જિજ્ઞાસુ આત્માઓ માટે સંસ્કૃતભાષારૂપી મંદિરમાં પ્રવેશ કરવાનો તથા ભાષાપ્રાપ્તિનો સુંદર માર્ગ સુકર અને સુલભ કરી આપ્યો. આજે પણ આ પુસ્તિકાઓ અનેક આત્માઓના હૃદયમાં સંસ્કૃતભાષાનો દિવ્યપ્રકાશ પાથરી રહેલ છે.
સ્વ-જીવનને અનેકવિધ આરાધનાઓ, અનેકવિધ કૃતિઓની રચના કરી ધન્ય બનાવી સંવત ૨૦૫૦ના આસો વદ દશમના દિવસે પંડિતવર્ય શ્રી પાટણ મુકામે સમતાભાવપૂર્વક પરલોક ગમન કરી ગયા. પોતાની પાછળ સંસ્કૃત બુકોની સુંદર સ્મૃતિ મૂકતા ગયા છે. તેમનો આજે પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંસ્કૃતનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરે છે.
આવા મહેસાણા પાઠશાળાના શ્રદ્ધાસંપન્ન વિદ્વદર્ય પંડિતજી પોતાનું નામ, પોતાના કુળનું નામ અને પોતાની માતૃસંસ્થાનું નામ જૈન શાસનમાં રોશન કરતા ગયા છે.
સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મંત્ર-તત્ર સ્થિત તેઓશ્રીના આત્માને અમારા ભાવપૂર્વક નમસ્કાર હોજો .
સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org