________________
થયા.
આમ પરીક્ષક તરીકેની સફળ કામગીરી બજાવનાર તેઓ એક અદ્વિતીય પરીક્ષક હતા.
તેઓએ નાની વયમાં જ ચતુર્થ વ્રત ગ્રહણ કરી આજીવન બાલબ્રહ્મચારી રહી ઉત્કૃષ્ટ કોટિનું શ્રાવક જીવન જીવ્યા.
તેઓએ ૨૨ વર્ષની વયે મદ્રાસ જૈન સંઘમાં પર્યુષણ પર્વની અજોડ આરાધના કરાવી જેથી કલકત્તા-બેંગલોર જેવા મોટાં મોટાં શહેરોમાં તેઓ પર્યુષણ પર્વની આરાધના કરાવવા પ્રથમ પસંદગી પામતા જેથી ત્યારબાદ અનેક શહેરોમાં પર્યુષણ પર્વની આરાધના કરાવતાં આ સંસ્થાને સારી રકમનું દાન મેળવી કેટલાક અંશે સધ્ધર બનાવવા દ્વારા યશસ્વી બન્યા.
આ સંસ્થાના ટ્રસ્ટીગણ-કાર્યકર્તા તથા કર્મચારી-ગણમાં પણ તેઓ માનનીય સ્થાન પામ્યા.
પરીક્ષક શ્રી વાડીભાઈ એટલે જૈન પાઠશાળા અને જૈન પાઠશાળા એટલે પરીક્ષક વાડીભાઈ આમ સમીકરણ કરીએ તો યોગ્ય જ ગણાય.
આ રીતે જૈન સમાજ અને જૈન સંઘોમાં ૪૮ વર્ષ સુધી શ્રુતજ્ઞાનના બહોળા પ્રચાર દ્વારા એકધારી સેવા આપી “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” એટલે મહેસાણા પાઠશાળા એવા એક શુભ અને ટૂંકા નામથી આ સંસ્થાને જાહેરમાં અજોડ ધાર્મિક શિક્ષણ સંસ્થા તરીકે ઓળખાવનાર બન્યા.
પરીક્ષક વાડીભાઈ તેવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા તેઓએ શ્રી જૈન શાસનની અનુપમ સેવા દ્વારા જીવન સાર્થક બનાવ્યું.
“અવશ્યમેવ ભોક્તવ્ય પુરાકૃત કર્મ” તે ન્યાયે પાછલી વયમાં લકવાના કારણે પરાધીન છતાં સમભાવી એવા તેઓ પોતાના મૂળ વતન વઢવાણમાં સ્વર્ગવાસી બન્યા.
વાડીભાઈ એટલે આ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી, સંસ્કારી શિક્ષક, અદ્વિતીય પરીક્ષક, જૈન સંઘોના શુભેચ્છક, સુશ્રદ્ધાળુ અને સારા આરાધક તરીકે કહેવામાં અતિશયોક્તિ નથી જ.
સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org