________________
પંડિત શ્રી કપુરચંદભાઈ રણછોડભાઈ વારૈયા
સોમચંદ ડી. શાહ (પાલીતાણા)
(૧) ભાવનગર (સૌરાષ્ટ્ર)ની નજીકમાં આવેલ ત્રાપજ નામે નાના ગામના રહીશ પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ આર. વારૈયા ૫૮ વર્ષ પહેલાં મહેસાણા-શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થઈ ચાર વર્ષ રહી સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કરી શરૂઆતમાં એકાદ વર્ષ ભાભર જૈન પાઠશાળામાં રહ્યા બાદ સંસ્થાએ પોતાની જ પાલિતાણા ખાતેની શાખામાં પૂ. સાધુ-સાધ્વીજી મ. આદિને અધ્યાપન કરાવવા માટેની નિમણૂક કરી.
(૨) તેમની બુદ્ધિ-શક્તિ-સંજોગો-કામ કરવાની સૂઝ-સ્થિતિસંપન્નતા, હિસાબી કામકાજમાં કુશળ હોવાથી કેવળ પઠન-પાઠનના વ્યવસાયમાં બહુ લાંબો સમય ટકી શકે તેમ ન હોવા છતાં આર્થિક આકર્ષણોમાં ન ખેંચાતાં સ્વ-પરના ઉપકારી વ્યવસાયમાં ૫૦ વર્ષ ઉપરાંત જેવો લાંબો સમય સંસ્થાની એક જ શાખામાં પસાર કર્યો.
(૩) તેમનો અભ્યાસ ઘણો વ્યવસ્થિત છે. કોઈ પણ વિષયની સમજ આપવાની હોય, કોઈ વ્યક્તિ ધર્મચર્ચા કરવા આવી હોય તો તેઓને અનેક દાખલા, દલીલો, યુક્તિઓ ગ્રંથોના પાઠો આપી ધૈર્યબુદ્ધિથી સમજાવતા જોયા છે અને સામાને અવશ્ય શંકાનું સમાધાન થયાનો સંતોષ પણ થયો છે. આજ સુધીમાં પંડિતજીએ ઘણું વાંચ્યું છે, વિચાર્યું છે, લખ્યું છે અને ઘણાને અભ્યાસ કરાવ્યો છે. એટલે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તેમના જીવનમાં ઓતપ્રોત બની ગયો છે.
(૪) પંડિતજીના સંસ્કૃત અને ગુજરાતી હસ્તાક્ષર ઘણા સુંદર મરોડદાર અને મોતીના દાણા જેવા હોઈ ઘણાઓને સંસ્કૃત પ્રતો અને ગુજરાતી લખાણો લખી આપ્યાં છે. પોતાના હસ્તક કે બીજે છપાતાં પુસ્તકોની પ્રસ્તાવના લખવા માટે આપી છે ત્યારે પણ પુસ્તકનો આખો ભાવ સારાંશરૂપે તરી આવે અને સ્વરચિતાને પૂરો ન્યાય મળે તે રીતે તેમણે ખૂબ કાળજીપૂર્વક અને વાંચી જવા જેવી પ્રસ્તાવનાઓ લખી છે.
(૫) પંડિતજીએ ૧૫ જેટલા ગ્રંથોના અનુવાદ તેમ જ અર્થ કરેલા છે તેની યાદી વિસ્તૃત થવાના ભયે અહીં મૂકી નથી.
(૬) મને તો વ્યક્તિગત રીતે સ્નેહી તરીકે ઘણી બાબતોનાં ઉપયોગી બન્યા છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. સા., શ્રાવક-શ્રાવિકા, સંસ્થાઓ અને કોઈ પણ વ્યક્તિ કામકાજ માટે આવેલ
સૌજન્ય : સ્વ. ઝવેરીબેન ધરમચંદ શેઠ, રાણપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org