________________
હોય તો તેમને નિઃસ્વાર્થભાવે, કંટાળો લાવ્યા વિના કાર્ય કરી આપવાની તત્પરતા બતાવી છે, થાક જેવી તો વાત નહિ અને થાક જેવું લાગે તો પણ હાથ પર લીધેલું કાર્ય તો પૂરું કર્યું જ છૂટકો ! એ તેમની ખાસિયત છે.
| (૭) પંડિતજી એક સારા અભ્યાસી અને પ્રથમ કક્ષાના વિદ્વાનું છે, લેખક, વક્તા, અનુવાદક અને સંચાલક તરીકેનો પણ બહોળો અનુભવ ધરાવે છે. છતાં અહંભાવ કે આડંબર નથી. પંડિતજીના વિચાર, વાણી અને વર્તન ધર્મશ્રદ્ધાનાં દ્યોતક રહ્યાં છે.
(૮) ઉંમર થતાં શરીરે લકવાની અસર થઈ પણ દેવ-ગુરુ અને ધર્મની કૃપાથી સારું પણ થઈ ગયું. સાંસારિક સંજોગોના લીધે અહીંથી નિવૃત્ત થઈ ભાવનગર-જિનાલયની નજીક પોતાની કુટિરમાં રહી આરાધના કરવા સાથે ચાતુર્માસાર્થે પધારતાં પૂ.સાધુ-સાધ્વીજી તંથા જિજ્ઞાસુ ભાઈઓને અધ્યાપન નિઃસ્પૃહભાવે આજે પણ કરાવી રહ્યા છે.
(૯) આ રીતે શ્રી કપૂરચંદભાઈનો ઘણો સમય અને શક્તિનો ઉપયોગ સમ્યગદર્શન જ્ઞાન-ચારિત્રના પ્રચારમાં કે આસેવનમાં ગયો છે અને જાય છે. દેવ-ગુરુ અને ધર્મની સેવામાં પણ પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. ધર્મ શ્રદ્ધાળુ પંડિત જૈન શાસનને ઉપયોગી બન્યા છે, અને હજુ બની રહેશે એવી મહેચ્છા સાથે પંડિતજી શાસન, સંઘ અને ધર્મનાં સત્કાર્યો કરવા પૂર્વક પોતાના જીવનને વિશેષ ધન્ય બનાવે. એ જ શુભમ્ ભવતુ.
(૭૦)
સૌજન્ય : શ્રી સમી જૈન સંઘ, સમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org