________________
પંડિતવર્ય શ્રીમાન્ પુંજાભાઈ નારૂભાઈ ગોહિલ
છબીલદાસ કેશરીચંદ સંઘવી
• સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં જન્મ લઈ વિ. સં. ૧૯૬૫-૬૬ આસપાસ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં દાખલ થયા. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથો, પંચસંગ્રહ, કમ્મપયડી વગેરેનો સુંદર અભ્યાસ કર્યો અને કરાવ્યો. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કૃત શ્રી સિદ્ધહેમ વ્યાકરણનો સારો અભ્યાસ કર્યો. પોતે જૈનેતરદરબાર કુટુંબના હોવા છતાં જૈનદર્શનની ક્રિયાવિધિમાં અજોડપણું પ્રાપ્ત કર્યું અને અપ્રમત્ત ભાવે સુંદર ક્રિયા કરવા-કરાવવામાં એકાગ્રમન યુક્ત હતા.
પૂજ્ય શ્રીમણ ભગવંતોને પૂ. આ. ભગવંતોની આજ્ઞાપૂર્વક બહુ જ સુંદર રીતે આગમ વાંચતાં કરાવતા હતા. ઘણા પૂજયોએ તેઓશ્રી પાસે આગમ વાચના કરેલી અને તે કરાવવામાં તે અજોડ ગણાતા હતા.
તેઓશ્રી પૂ. શ્રી પ્રભુદાસભાઈ પં. શ્રી વિરચંદભાઈ વગેરેના મહેસાણા પાઠશાળામાં સહાધ્યાયી હતા.
મહેસાણા પાઠશાળામાં પંડિત તરીકે ૫ વર્ષ સિદ્ધહેમ વ્યાકરણ વગેરેનો સુંદર અભ્યાસ કરાવ્યો. અમો (હું તથા ૫ શીવલાલભાઈ, શ્રી ચીમનભાઈ સંઘવી, શ્રી હિંમતલાલ પ્રભુદાસ, શ્રી ચંદનમલજી વગેરે)એ વ્યાકરણનો કેટલોક અભ્યાસ પૂ. પં. શ્રી પ્રભુદાસભાઈની દોરવણીપૂર્વક તેઓશ્રી પાસે કરેલો.
જૈનેતર હોવા છતાં જૈનદર્શનના સિદ્ધાંતો અને ક્રિયાની બાબતમાં અતિ ચુસ્ત હતા. તેઓશ્રીને હૈયાના નમસ્કાર.
સૌજન્ય : શ્રી સીમાબહેન હરેશભાઈ સાવલા, મુલુન્ડ
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org