________________
જન્મભૂમિ-અનંત સિદ્ધોનું પવિત્રતમ તીર્થ શ્રી શત્રુંજય મહાતીર્થની શીતળ છાયા રૂપ વલ્લભીપુર(વળા) સૌરાષ્ટ્રમાં જન્મ પામ્યા. માતૃભૂમિમાં ગુજરાતી પાંચ ધોરણ વ્યાવહારિક અભ્યાસ કરી તેઓ શ્રી વિ. સં. ૧૯૬૪ આસપાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં અધ્યયન કરવા આવ્યા. ત્યાં તેઓના સહાધ્યાયી તરીકે પં. શ્રી ભગવાનદાસ, પં. શ્રી હીરાચંદ દેવચંદ, પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ વગેરે હતા.
મહેસાણાથી તેઓશ્રી કાશીવાળા તરીકે પ્રસિદ્ધિને પામેલા પ. પૂ. ધર્મસૂરીશ્વરજી મ. સાહેબે સ્થાપેલી વિદ્યાધામ કાશી-બનારસ ગયા. ત્યાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ ચાલુ કરેલ. તેઓશ્રીએ બનારસમાં રહી ન્યાય-વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કર્યો. અને એક અજોડ વિદ્વત્તાથી ઓપતા વિદ્વાન બન્યા.
પંડિત પ્રવર શ્રીમાન્ બેચરદાસ જીવરાજભાઈ દોશી
છબીલદાસ કેશરીચંદ સંઘવી
પ્રાકૃત ભાષાના પ્રારંભ માટે તેઓશ્રી તથા રાધનપુરવાળા પં. શ્રી હરગોવિંદદાસભાઈએ મળી પ્રાથમિક ભૂમિકા રૂપ પ્રાકૃત માર્ગોપદેશિકા રચી પ્રગટ કરેલી. પ્રાકૃત વ્યાકરણ પણ તેઓશ્રીએ છપાવેલ.
તેઓશ્રીએ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ રચિત શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ, સંસ્કૃત સાત અધ્યાય અને પ્રાકૃત વ્યાકરણ આઠમો અધ્યાય તેનું સુંદર ગુજરાતી ભાષાંતર કરેલ. તે આજે વ્યાકરણના અભ્યાસીઓને અતિ ઉપયોગી બને છે. તે ગ્રંથ યુનિવર્સિટી બોર્ડ ગુજરાત રાજ્ય તરફથી ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે.
તેઓશ્રીએ તૈયાર કરેલ પ્રાકૃત વ્યાકરણ અષ્ટમ અધ્યાયની પ્રથમાવૃત્તિ શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી વિ. સં. ૨૦૩૮ માં પ્રકાશિત કરેલ. તે ખલાસ થઈ જતાં પ. પૂ. અધ્યાત્મયોગી પં. શ્રીભદ્રંકર વિ.જી મ. સા.ના શિષ્ય વિદ્યાવ્યાસંગી ૫. પૂ. વજ્રસેન વિ.જી મ. સાહેબે આગમપ્રજ્ઞ પ. પૂ. શ્રીજંબૂવિજયજી મ. સા.ના સલાહ સૂચન મુજબ સ્વોપન્ન વૃત્તિ સહિત અષ્ટમ અધ્યાય વિ. સં. ૨૦૫૦ માં પ્રકાશિત કરેલ છે. તેમાં પ્રાકૃત વ્યાકરણ સંક્ષિપ્ત પરિચય એ નામે તેમણે પ્રાપ્ કથન કરેલ છે. તે અતિ સુંદર માહિતી પ્રેરક લખાણ છે.
આમ તેઓશ્રીએ તેમના જીવનમાં ઘણી ઘણી સાહિત્યિક સેવા બજાવી છે. તેઓશ્રીને
નમસ્કાર.
૫૬
Jain Education International
સૌજન્ય : શ્રી સોમાલાલ વાડીલાલ, થરા
For Private & Personal Use Only
www.jainelibrary.org