________________
નહિ પણ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના વિકાસની મોટી ભાવવાહિતા રાખેલી.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં વિદ્યાર્થીઓ ગામડાંઓમાંથી આવતા અને સારા તૈયાર થતા, પણ હવે પછી અંગ્રેજી ભાષાની ચારે બાજુ પ્રવૃત્તિ વધતી જતી હતી. જેથી કોઈ પણ પ્રદેશમાં જઈ સારી રીતે જૈન ધર્મની ઉન્નતિ કરી શકે, તેમ જ જૈન સંઘ-સંસ્કૃતિની સારી રીતે સમજણ આપી શકવાવાળા તૈયાર કરવા માટે મૅટ્રિક કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની એક યોજના નક્કી કરી અને તેમાં ખાસ કરીને વાડીભાઈ મગનભાઈ પરીક્ષક, પં. શ્રી કુંવરજીભાઈ, શ્રી ચીમનલાલ સંઘવી (સારા લેખક) પં. શ્રી શાંતિલાલ ખેમચંદ, શ્રી મહીપતભાઈ આદિને તૈયાર કરેલા, તેની સાથે સાથે સંસ્થામાં ચાલુ અભ્યાસ કરતા ઉચ્ચ અભ્યાસીઓ જેવા કે..
ગોરધનદાસ માસ્તર, શ્રી હરગોવિંદદાસ, પં. શ્રી શિવલાલ, પં. શ્રી પુખરાજજી, પં. શ્રી કપૂરચંદભાઈ, પં.શ્રી રિખવચંદભાઈ, પં. શ્રી કાંતિલાલ ભૂધરભાઈ, પં. શ્રી ગુણવંતભાઈ, પં. શ્રી લહેરચંદ કેશરીચંદ, પં. શ્રી જેચંદભાઈ વિ. ને તૈયાર કરવામાં સારી એવી મહેનત લીધી, અને તેમના વરદ-હસ્તે તૈયાર થયેલાઓમાંથી પણ આજે જે સારા વિદ્વાનો નજરે પડે છે જેમ કે...
પં. શ્રી કાંતિભાઈ નગીનદાસ, શ્રી મોતીભાઈ માસ્તર, પં. શ્રી ધીરૂભાઈ, પં. શ્રી રસિકભાઈ, પં. શ્રી માણેકભાઈ, પં. શ્રી લાલચંદભાઈ, પં. શ્રી વસંતભાઈ એમ. પં. શ્રી વસંતભાઈ એન. પં. શ્રી ચંદ્રકાંતભાઈ, પં. શ્રી રમણીકભાઈ, પં. શ્રી ગુણવંતભાઈ.
ઉપરોક્ત બધા પંડિત વર્યો પ. પૂ. પ્રભુદાસભાઈના વારસારૂપ છે. અને તેઓ સર્વ પૂજ્યશ્રીને હૈયાના ઉત્તમોત્તમ ભાવથી નિહાળે છે અને જૈન સંઘમાં સમ્યજ્ઞાનનું દાન ઉત્તમોત્તમ કરે છે. એ પાકેલાં બધાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનાં અણમોલ રત્નો છે.
પૂ. પ્રભુદાસભાઈની અધ્યાપન કરાવવાની અજોડ કળા સાથે ભારે જ મહેનત લઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણા ને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવવામાં તેઓશ્રીનો મહાન ફાળો છે.
તેઓશ્રીએ ૬૦ વર્ષ પહેલાં લખેલ પંચપ્રતિક્રમણ સૂત્ર સાથે ખાસ સ્વાધ્યાય કરવા જેવું છે. જેનું હમણાં પુનઃ પ્રકાશન થયું છે તેમજ પ. પૂ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે જનતામાં આર્ય સંસ્કૃતિના ખ્યાલ માટે પ્રકાશિત કરાવ્યું છે તે વાંચવા ખાસ વિનંતિ.
શ્રી પ્રભુદાસભાઈ પાસે ધન ન હતું પણ સમ્યજ્ઞાન ધન એટલું હતું કે ક્યાંય અને ક્યારેય દીનતાથી રહ્યા નથી. ખમીર અને કુશળતાથી જીવ્યા છે.
તેઓશ્રીનો પરિવાર.. ધર્મપત્ની શ્રી દિવાળીબેન, પાંચ પુત્રો શ્રી હિંમતભાઈ, બાબુભાઈ, હસમુખભાઈ, કેશુભાઈ, વસંતભાઈ, પુત્રવધૂઓ પણ તેઓશ્રીની આર્થિક સંકડામણમાં નિરપેક્ષભાવે સહકારરૂપ હતા.
આ પ્રમાણે પૂપ્રભુદાસભાઈ ધર્મપરાયણ, દઢશ્રદ્ધાળુ દીર્ઘદ્રષ્ટા તત્ત્વચિંતક, શાસનરાગી, વિશ્વહિતચિંતક, મહાવિદ્વત્તાસભર પુરુષ હતા. તેઓશ્રીને સહસ્રશઃ વંદન હો...
[િ૫૪]
સૌજન્ય : શ્રી રતિલાલ રામચંદ, થરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org