________________
અને સ્વરાજ માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે એ સ્વરાજ સ્વરાજ નથી. માંગીને લીધેલ પરતંત્રતાની બેડી છે. હવે આ સંબંધમાં ભારતીય પ્રજાને સાચો ખ્યાલ આપવો શી રીતે ? દયા, પ્રેમ, કરુણાના ઝરા સુકાઈ જશે, આત્મિક તન-મન-ધન લૂંટાઈ જશે, પ્રજા સવલતોના બહાને અવળે માર્ગે દોરવાઈ જશે. આમાં ફરજ બજાવવાનું કામ જોર કરવા માંડ્યું પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ અને સાધનોનો અભાવ, કરવું શું?
એવામાં તેઓશ્રીએ તેમના જ વિચારોને બરાબર સમજી, ભાષામાં ઉતારી શકે તેવા શ્રી અરવિંદભાઈ પારેખ અને શ્રી ગોરધનભાઈ માસ્તર મળી ગયા, અને તેમના મારફત એક “હિતમિત, પથ્ય સત્ય” નાનકડું પત્ર શરૂ કર્યું, તેમાં આ બ્રિટિશરોની ચાલની કટારો લખાવા માંડી.
આ કટારલેખોમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, કાકા કાલેલકર, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી વિનોબા ભાવે હોય કે દેશના મોટામાં મોટા નેતા હોય, ગાંધીજી હોય કે રાજગોપાલાચારી હોય, એક પછી એક તે લેખકોમાં આવવા માંડ્યા.
વર્તમાનમાં આર્યપ્રજાની જે અવદશા થઈ રહી છે, ભ્રષ્ટાચાર, અનૈતિકતા, ખુનામરકી, લૂંટફાટ, વ્યભિચાર, મારામારી, અને ધર્મનો એકાંતે નાશ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે બધી બાબતને વિસ્તૃત રીતે આજથી ૬૦ વર્ષ પહેલાં ખૂબ ઝીણવટથી આલેખન કર્યું. અને તે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી સાથે પંચપ્રતિક્રમણ રૂપે પ્રગટ થયું છે તે ખાસ વાંચકોએ ઝીણવટપૂર્વક વાંચવા જેવું છે.
અમો હું (છબીલદાસ), ૫. શ્રી શિવલાલભાઈ, પં. શ્રી કુંવરજીભાઈ, પં. શ્રી વાડીભાઈ (પરીક્ષક, જેમણે સારાય ભારતમાં પરીક્ષક તરીકે પ્રવાસ કરી, ભારતની પાઠશાળાઓની પરીક્ષાઓ લેવા સાથે શ્રી મહેસાણા પાઠશાળાને ખૂબ જ પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું છે.) વગેરે તેઓશ્રીનાં લખાણોની પ્રેસ કોપી કરતા હતા. ત્યારે રોજેરોજ નવું જાણવા મળવા સાથે જાણે કોઈ નવી જ ભાત પાડતું આશ્ચર્યકારી લખાણ હોય તેમ લાગે.
મહેસાણામાં સ્ટેશને ઊતરતો માલ પહોંચાડવા માટે સો ગાડાં કામ કરતાં, તેની જગ્યાએ એક ખટારો આવ્યો ત્યારે, તેઓશ્રીએ કહ્યું કે બસો બળદોને કતલખાને લઈ જવાનું કારખાનું ઊભું થયું. આણંદમાં પહેલવહેલી દૂધની ડેરી થઈ ત્યારે તેઓશ્રીએ કહ્યું કે ભારતનાં બાળકોના મોઢામાંથી દૂધ, દહીં છાશ, ઘી, આંચકી લેવાનું કારખાનું ઊભું થયું.
વિલાયતના કાપડને તેઓશ્રી એક વિલાયતી કહે, ભારતની મિલના કાપડને તેઓ દોઢ વિલાયતી કહે અને કોંગ્રેસની ખાદીને તેઓ ડબ્બલ વિલાયતી કહે.
અતિ આદરણીય પ્રભુદાસભાઈ અમારા માટે પરમ ગુરુના સ્થાને છે. મને અને પં. શિવલાલભાઈને મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી પ. પૂ. આ. લાવણ્યસૂરિજી મ. સા. પ. પૂ. આ. અમૃતસૂરિજી મ. સા., મુનિ શ્રી ધુરન્ધર વિ.જી (પછી આચાર્ય) અને મુનિ શ્રી મનક વિજયજી મ. સા. પાસે છ-છ માસ રાખી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેઓશ્રીના દષ્ટિબિન્દુપૂર્વકનો કરાવ્યો. તેમાં તેઓશ્રીએ અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એટલુંજ
સૌજન્ય: શ્રી સેવંતીલાલ લહેરચંદ, થરા
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org