________________
શિષ્યોની પ્રતિજ્ઞાપૂર્ણ કરી.
સ્વદેશભક્તિ ઉપરાંત વીસમી સદીમાંય પશુવતું જીવન જીવતા દૂબળા અને ભોઈ લોકોનો ઉદ્ધાર કરવા પ્રયાસ કરીને તેમને અનેક વ્યસનોમાંથી મુક્ત કર્યા. શિક્ષણ અને સંસ્કાર માટે તેમની નજર સમગ્ર સમાજ પર પડી હતી. અમદાવાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ સ્થપાવી, પાલીતાણાના યશોવિજયજી જૈન ગુરુકુળને સુવ્યવસ્થિત કર્યું. વિજાપુરમાં જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરી તો સમાજના જૈનેતર અને તદ્દન નીચલા વર્ગના બાળકો માટે વિજાપુર અને પ્રાંતિજમાં નિશાળો ખોલાવી.
સર્વ ક્ષેત્ર-વિહારિણી તેમની પ્રતિભાનો લાભ ગુર્જર પ્રજાને ઘણો મળ્યો છે. તેઓશ્રી વિશાળ દષ્ટિ ધરાવતા હોવાથી ગચ્છના કલહો, મતમતાન્તરોથી પર હતા, જૈન સાધુ હોવા છતાં તે અઢારે આલમના ઓલિયા હતા. કોઈક મહા જોગંદર જેવા આ આચાર્યશ્રીનો આત્મા તો યોગનિષ્ઠ હોવા છતાંય તેમણે સદૈવ આત્મોદ્ધાર સાથે જગત ઉદ્ધારની ભાવના સેવી હતી. આ બધું હોવા છતાં તેમનું અસલ પોત હતું-અલગારી અવધૂતનું. જૈન પરંપરામાં મહાન અધ્યાત્મયોગી મસ્ત ફકીરીના ધારક આનંદઘનજી પછી પૂ. બુદ્ધિસાગરજી જેવા અવધૂત ભાગ્યે જ કોઈ થયા હશે. હાનાલાલની ઉક્તિ સાર્થક છે.
આંખલડી અનભોમાં રમતી, ઊછળે ઉરનાં પૂર, સત્ ચિત્ આનંદ ખેલંદા, ધર્મ ધુરંધર શૂર.
સૌજન્ય : શ્રી રતિલાલ નગીનદાસ શાહ, કાંદીવલી મુંબઈ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org