________________
જૈન ગ્રંથોના પરિશીલને આત્મા ઉચ્ચતર ભૂમિકાની ઝંખના કરતો હતો, તેવામાં તેમને મહેસાણા જવાની તક મળી. પૂ. રવિસાગરજી મહારાજના અખંડ સાંનિધ્યે અને તેમની પ્રભાવક સાધુતાથી પ્રભાવિત બહેચરદાસને પૂજ્ય મહારાજશ્રીએ તેમના શિષ્ય સુખસાગરજીના શિષ્ય થવા પ્રેરણા આપી, સંસાર તો ઝવેરી લોકોનો દરબાર છે. આવા મહાન ઝવેરી પૂ. રવિસાગરજીએ બહેચરદાસનું પાણી માપી લીધું હતું. પણ એ સમયે તેમના હિન્દુધર્મી વિદ્યાગુરુ પં. રાજારામની અનિચ્છા હોવા છતાં બહેચરદાસ વિ. સં. ૧૯૫૭ ના માગશર માસમાં પૂ. સુખસાગરજીને વંદવા પાલનપુર ગયા. પૂ. હીરસૂરીશ્વરજીના ઉપાશ્રયે ચમત્કાર સર્જાતાં-ધ્યાનમગ્ન બહેચરદાસે ગેબી અવાજથી પ્રેરાઈને જૈન દીક્ષા લેવા જાહેરાત કરી; તેમના દીક્ષા મહોત્સવથી પાલનપુર ધન્ય બન્યું, તે પછી તેઓ બુદ્ધિસાગર તરીકે પ્રસિદ્ધ થયા.
પૂ. બુદ્ધિસાગરજીએ પ્રથમ ચાતુર્માસ સુરતમાં કર્યું, ત્યાં મહામુનિ લાલજી મહારાજના સંપર્કમાં આવ્યા, અને અન્ય અનેક વિદ્વાનોના પરિચયમાં આવ્યા. પાદરાનો ચાતુર્માસ-નિવાસ અતિ ફળદાયી રહ્યો. ત્યાં તેમણે “અધ્યાત્મ જ્ઞાન-પ્રસારક-મંડળ'ની સ્થાપના કરી. તેમના મોટા ભાગના ગ્રંથો આ મંડળ દ્વારા અતિ સાધારણ મૂલ્યથી પ્રકટ થયા છે. વડોદરા આવ્યા ત્યારે તેમણે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સાથે દીર્ઘ ચર્ચા કરી અને બોધ આપ્યો. પ્રખર વક્નત્વ શક્તિ, સતત અધ્યયન શીલતા, પ્રકૃષ્ટ તત્ત્વચિંતન, તીક્ષ્ણ મેધા અને પ્રભાવક છટા – આ બધાં તત્ત્વો સાથે પોતાની અસ્મલિત વાગ્ધારાથી તેઓશ્રી શ્રોતાઓને રસતરબોળ કરીને પોતાના કથયિતવ્યની સચોટતા પાર પાડતા. ગાયકવાડ સરકાર ઉપરાંત અનેક નાના મોટા રાજવીઓને પ્રતિબોધ આપ્યો હતો.
L. વડોદરામાં ભરાયેલ ૪થી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમણે “ઉપાધ્યાય યશોવિજયજીના ગુર્જર સાહિત્ય પર નિબંધ તૈયાર કરી આપ્યો હતો. શ્રીમમાં અભુત સર્જન શક્તિ-કવિત્વ-સામર્થ્ય હતું, પરિણામે માત્ર ૨૪ વર્ષના સાધુજીવનમાં તેમણે ગુજરાતી, હિન્દી સંસ્કૃતમાં ૧૦૮ ગ્રંથો લખીને, પોતાના ૧૦૮ ગ્રંથ શિષ્યો બનાવવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.
તેમણે સાહિત્ય સર્જનમાં પણ અનુપમ વૈવિધ્ય દાખવ્યું છે. આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખી કેટલીક “ગીતાઓ' લખી છે. જેમ કે અધ્યાત્મગીતા, જૈન મહાવીર ગીતા, પ્રેમગીતા, સુખસાગરગુરુગીતા, કૃષ્ણગીતા, આત્મદર્શન ગીતા. કેટલાક ઉપનિષદ્ પદ્ધતિના ગ્રંથો છેઈશાવાસ્યોપનિષદ્ (જૈન દૃષ્ટિએ) જૈનોપનિષદ
આ ઉપરાંત, ધર્મનીતિ, યોગશાસ્ત્ર, ઈતિહાસ, કેળવણી યોગ, કર્મ, પ્રતિમાલેખસંગ્રહો, જૈન ઐતિહાસિક રાસમાળા, ધાર્મિક પત્રો, સંશોધન આદિ વિવિધ વિષયો પર પુષ્કળ લખ્યું છે. સમાજ સુધારાના ક્ષેત્રે પણ એમનું પ્રદાન-સર્જન અતિમૂલ્યવાન છે. કન્યાવિક્રય નિષેધ, “ભારત સહકાર શિક્ષણ” વગેરે ગ્રંથો નોંધપાત્ર છે. “કક્કાવલિ સુબોધ' એમનો છેલ્લો ગ્રંથ છે. તેની પ્રસ્તાવના પણ તેમણે પૂર્ણ કરી. અનેક પુષ્પોની માળાની જેમ ૧૦૮ જ્ઞાન પુષ્પોની માળાના મેર સમા આ ગ્રંથને પૂર્ણ કરીને શ્રીમદે મા શારદાને ચરણે ૧૦૮ ગ્રંથોની રચનાથી ૧૦૮ ગ્રંથ
૫િ૦)
સૌજન્ય : શ્રી ભોગીલાલ પરસોત્તમદાસ, કાંદીવલી મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org